Singer Songwriter Elton John એ આંખોની રોશની ગુમાવવાને લઈને કર્યો મોટો ખુલાસો…

Amit Darji

કલાકારોને પણ તેમના જીવનમાં મુશ્કેલ સમયનો સામનો કરવો પડતો હોય છે. એવું જ કંઇક પ્રખ્યાત બ્રિટિશ ગાયક અને ગીતકાર Elton John સાથે પણ આવું જ થયું છે. તેમના દ્વારા એક આંખની દ્રષ્ટિ ગુમાવી દેવામાં આવી છે. આ કેવી રીતે બન્યું? તાજેતરમાં Elton John દ્વારા આ વિશે માં વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો છે.

ધ ડેવિલ વિયર્સ પ્રાડા પહોંચ્યા મ્યુઝિકલ શોમાં

Elton John ધ ડેવિલ વેર્સ પ્રાડા – ધ મ્યુઝિકલ જોવા માટે પહોંચ્યા હતા. પરંતુ તે માત્ર આ શોને સાંભળી જ શક્યા હતા કારણ કે તેમના માટે જોવું શક્ય નહોતું. આ શોના ગીતો તેમના દ્વારા લખવામાં આવ્યા હતા. Elton John દ્વારા પોતાના આ શોના અનુભવ વિશે જણાવવામાં આવ્યું છે કે, “મેં પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે, એટલા માટે હું આ શોને જોઈ શક્યો નહીં પરંતુ હું તેને સાંભળી સંપૂર્ણ મજા લીધી છે. શો બાદ Elton John દ્વારા તેના પાર્ટનર ડેવિડ ફર્નિશ દ્વારા ઘણી મદદ કરવામાં આવી હતી. Elton John દ્વારા આ વાત લંડનના ડોમિનિયન થિયેટરમાં આયોજિત કરવામાં આવેલ પોતાના એઇડ્સ ફાઉન્ડેશનના ચેરિટી ફંક્શનમાં કહેવામાં આવી હતી. આ ચેરિટી ફંક્શન નું આયોજન રવિવાર સાંજના કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં Elton John દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને પોતાની આંખોની રોશની કેવી રીતે ગુમાવી દીધી હતી. તેની સાથે તેમના નવા આલ્બમનું કામ પણ રોકાઈ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘જ્યારે હું જુલાઈ મહિનામાં ફ્રાન્સમાં રહેલો હતો ત્યારે ઇન્ફેક્શન ના લીધે મેં મારી જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હું ચાર મહિના સુધી ઠીક થી જોઈ પણ શક્યો નહોતો. જ્યારે મારી ડાબી આંખ પહેલાથી જ નબળી છે અને હું તેનાથી મને ઘણું ઓછું દેખાય છે. જ્યારે આશા છે કે, ટૂંક જ સમયમાં બધું સારું થઈ જશે.’ વધુમાં તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘સ્ટુડિયોમાં જઈને રેકોર્ડિંગ કરવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. હું કંઈ પણ જોઈ શકતો નથી, કંઈ પણ વાંચી પણ શકતો નથી.

Elton John આંખોની રોશની ગુમાવ્યા પછી નિરાશ નથી. તે પોતાની ડોક્યુમેન્ટ્રી ના પ્રીમિયર ની રાહ દેખી રહા છે. તેમની ડોક્યુમેન્ટરી નું નામ Elton John ઈટ્સ નેવર ટુ લેટ રહેલું છે. તે તેનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી યુએસમાં ડિઝની પ્લસ પર 13 ડિસેમ્બર ના રોજ દેખાડવામાં આવશે. તે આ ડોક્યુમેન્ટ્રી વિશે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તે દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ રહેલ છે.

Share This Article
Leave a comment