આજકાલ સ્માર્ટફોનની દુનિયામાં નવી નવી કંપનીઓ પોતાની દમદાર પ્રૉડક્ટ્સ સાથે એન્ટ્રી કરી રહી છે, ત્યારે આજે બધાને ટક્કર આપવા માટે Honor સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયો છે. Honor ફોન શ્રેષ્ઠ કેમેરા ગુણવત્તા ધરાવે છે અને સાથે સ્ટાઇલિશ હોવાથી માર્કેટમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. Honor ના સ્માર્ટફોનનો કેમેરો બીજા ફોન કરતા વધારે સારો છે. જો તમે એક શાનદાર કેમેરાવાળો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો HONOR Magic6 Pro જ લેવો જોઈએ, જે આજે ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ હેન્ડસેટમાં ઘણા સારા ફીચર્સ અને પાવરફુલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે.
અમે Honor Magic 6 Pro વિશે વાત કરી રહ્યા છીએ. HONOR Magic6 Pro સ્માર્ટફોન 180MP કેમેરો ધરાવે છે. જેમાં પાવરફુલ કેમેરા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં ફાલ્કન કેમેરા સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ હેન્ડસેટ આ વર્ષે યોજાયેલા MWC 2024માં રજૂ કરવામાં આવ્યો હતો.
કંપનીએ જણાવ્યું છે કે, આ સ્માર્ટફોનને કેમેરા, ઓડિયો, ડિસ્પ્લે અને બેટરી માટે ઓનલાઈન બેન્ચમાર્ક પ્લેટફોર્મ DXOMark તરફથી પાંચ 2024 ગોલ્ડન લેબલ પણ મળ્યા છે. જો કે, આ સ્માર્ટફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા, ઓનર વેબસાઈટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.
જો કે, પ્રમોશનલ ઈમેજ દર્શાવે છે કે, આ ફોન ભારતમાં બ્લેક અને ગ્રીન કલરમાં ઓફર કરવામાં આવ્યો છે. ડિઝાઇન તેના વૈશ્વિક અને ચાઇનીઝ વેરિઅન્ટ્સ જેવી જ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
આ ફોનમાં શાનદાર સેલ્ફી અને વિડિયોકૉલ માટે સેકન્ડરી 3D ડેપ્થ સેંસર સાથે 50MP સેંસર પણ ફોનમાં આપવામાં આવ્યું છે.
Honor Magic 6 Pro 5,600mAh બેટરી છે જે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સિવાય ફોન IP68 રેટિંગ સાથે આવે છે, જે તેને ધૂળ અને પાણીથી બચાવે છે.