તમારા ફોન પર નહીં આવે Spam Calls, સરકારે શરૂ કરી નવી સિસ્ટમ

Amit Darji

સરકારે દેશના 120 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને ખુશ કરી દેવામાં આવ્યા છે. Airtel, BSNL, Jio અને Vi ના યુઝર્સ માટે ઇન્ટરનેશનલ સ્પૂફ્ડ કોલ્સ પ્રિવેન્શન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL નો નવો લોગો લોન્ચ કરવાની સાથે આ જાણકારી આપવામાં આવી છે. આ સિસ્ટમ લોન્ચ થયાના માત્ર 24 કલાકની અંદર જ ટેલિકોમ સર્વિસ ઓપરેટરો દ્વારા 1.35 કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય કોલ્સમાંથી Spam Calls ની ઓળખ કરીને બ્લોક કરવાનું કામ કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્પામ કોલ્સ પર બ્રેક

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન (DoT), ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા વિકસિત કરવામાં આવેલ આ સિસ્ટમ યુઝર્સને નકલી આંતરરાષ્ટ્રીય કોલને નેટવર્ક લેવલ પર બ્લોક કરવામાં આવશે. તાજેતરમાં, ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને યુઝર્સને ઇન્ટરનેશનલ સ્પુફ્ડ એટલે કે ફેક કોલ કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ કોલ ભારતમાંથી આવતી તેવી જોવા મળતી હોય છે પરંતુ હેકર્સ વિદેશથી આવી રીતની કોલ કરી રહ્યા હોય છે. આ બધું હેકર્સ દ્વારા કોલિંગ લાઇન આઇડેન્ટિટી (CLI) સાથે ચેડાં કરીને કરાઈ રહ્યું હતું.

નવી સિસ્ટમ છે ઉપયોગી

સરકાર દ્વારા નવી સિસ્ટમના અમલના લીધે વપરાશકર્તાઓને તેમના ફોન પર આવનાર આંતરરાષ્ટ્રીય સ્પૂફ ઇનકમિંગ કોલ્સથી મુક્તિ મળશે અને સાયબર છેતરપિંડી ના બનાવોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ સ્પામ કોલ અને મેસેજ પર પ્રતિબંધ મૂકવા માટે ટ્રાઈ દ્વારા 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એવામાં ફોન પર આવનાર અનવેરિફાઇડ માર્કેટિંગ કોલ્સ બ્લોક કરી દેવામાં આવશે.

- Advertisement -

ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સતત આવા નકલી મોબાઈલ નંબરને બ્લોક કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા યુઝર્સની સાથે છેતરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા થોડા મહિનામાં એક કરોડથી વધુ સિમ કાર્ડ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેના સિવાય સેંકડો મોબાઈલ ડિવાઈસ ના આઈએમઈઆઈ નંબર પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

 

- Advertisement -

 

Share This Article
Leave a comment