Devon Conway અને ફીન એલને ન્યુઝીલેન્ડ ક્રિકેટનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકાર્યો, જાણો શું છે કારણ…

Amit Darji

ટોચના ક્રમના બેટ્સમેન Devon Conway અને ફિન એલન દ્વારા ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટના કેન્દ્રીય કરારને નકારી કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દેશના ક્રિકેટ બોર્ડ ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ડેવોન કોનવે તેમ છતાં એક કરાર હેઠળ ન્યુઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેશે. ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસન દ્વારા પણ તાજેતરમાં આવો કરાર કરવામાં આવ્યો હતો.

તેનો અર્થ એ થયો છે કે, Devon Conway ફ્રેન્ચાઈઝી ક્રિકેટની પોતાની  પ્રતિબદ્ધતાઓ આડે નહીં આવવા પર આંતરરાષ્ટ્રીય મેચોમાં રમશે. ડેવોન કોનવેએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે, “સૌથી પહેલા, હું આ વ્યવસ્થામાં મને સમર્થન કરવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટનો આભાર વ્યક્ત કરું છું.” ન્યુઝીલેન્ડ માટે રમવું તે પણ મારી પ્રાથમિકતા છે અને હું ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરી અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જીત અપાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ સ્કોટ વેનિંક દ્વારા કહેવામાં આવે છે કે, ન્યૂઝીલેન્ડ તરફથી રમવા માટે પ્રતિબદ્ધ હોવાના ડેવોન કોનવેના આ નિર્ણયથી અમે ઘણા ખુશ છીએ. તે એક શાનદાર ખેલાડી છે જેના દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. તમને જાણ હોય કે, ડેવોન કોનવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળે છે.

Share This Article
Leave a comment