ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર Shikhar Dhawan દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવામાં આવ્યું છે. 37 વર્ષના આ ખેલાડી દ્વારા 2010 માં ભારત માટે ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. તે 13 વર્ષની કારકિર્દીમાં 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
નિવૃત્તિની જાહેરાત કરતા Shikhar Dhawan ના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘નમસ્કાર મિત્રો મિત્રો! આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું તપ મને ઘણી યાદો જોવા મળે છે અને જ્યારે હું આગળ જોઉં છું ત્યારે મને સમગ્ર દુનિયા દેખાય રહી છે. ભારત માટે રમવાની મારી હંમેશા ઈચ્છા હતી અને તેવું જ થયું હતું. તેના માટે હું ઘણા લોકોનો, મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારિક સિન્હા, મદન શર્માનો આભાર વ્યક્ત કરું છું, જેમની નીચે હું ક્રિકેટને શીખ્યો. ત્યાર બાદ મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો હતો. નવો પરિવાર મળ્યો હતો. નામ મળ્યું. સાથે મળી. ઘણો બધો પ્રેમ પ્રાપ્ત થયો હતો. કહેવામાં આવી છે કે, કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવાની જરૂરિયાત છે. માત્ર હું પણ તે કરવા જઈ રહ્યો છું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છું. હવે જ્યારે હું આ ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મારા હૃદયમાં એક શાંતિ છે કે હું દેશ માટે ઘણો લાંબો સમય રમ્યો છું. હું બીસીસીઆઈ અને ડીડીસીએનો પણ મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. હું મારા ચાહકોનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે મને ઘણો પ્રેમ આપ્યો. હું મારી જાતને માત્ર એટલું જ કહેવામાં ઈચ્છું છું કે, તમે હવે દેશ માટે રમી શકશો નહીં એ વાતનું દુઃખી ન થાવ, પરંતુ ખુશ રહો કેમકે તમે દેશ માટે ઘણું રમ્યા છો.
શિખર ધવનની ટેસ્ટ કારકિર્દી
શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૪ ટેસ્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિખર ધવન છેલ્લી વખત ૨૦૧૮ માં ટેસ્ટ મેચમાં રમ્યા હતા. તેમને ક્રિકેટના સૌથી લાભા ફોર્મેટમાં ૪૦.૬૧ ની એવરજથી ૨૩૧૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમને સાત સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. શિખર ધવનનો સર્વોચ્ચ સ્કોર ૧૯૦ રહ્યો છે.
વનડે અને ટી-૨૦ ની શિખર ધવનની સફર
શિખર ધવને ભારત માટે પ્રથમ વનડે ૨૦૧૦ માં ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમી હતી. તે 167 મેચમાં 6793 રન બનાવી ચુક્યા છે. શિખર ધવને 44.11 ની એવરેજ અને 91.35 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેમના નામે 17 સદી અને 39 અડધી સદી રહેલી છે. જ્યારે T-20 કરિયરની વાત કરીએ તો ધવને 68 મેચમાં 1759 રન બનાવ્યા છે. તેમના ટી-૨૦ માં 11 અડધી સદી ફટકારી છે.
શિખર ધવનની આઈપીએલ કારકિર્દી
શિખર ધવને આઈપીએલમાં પણ અનેક રન બનાવ્યા છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક રહેલા છે. સૌથી વધુ રન બનાવવાની બાબતા તે વિરાટ કોહલી પછી બીજા ક્રમ પર રહેલા છે. શિખર ધવને 222 IPL મેચમાં 6769 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમને બે સદી અને 51 અડધી સદી ફટકારી છે. શિખર ધવનની એવરેજ 35.26 અને સ્ટ્રાઈક રેટ 127.14 રહી છે.