Ahmedabad માં પોલીસ ડ્રાઈવ ની સખ્ત કાર્યવાહી : 481 વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ કરાશે સસ્પેન્ડ

Amit Darji

Ahmedabad માં હાલમાં વાહન ચેકિંગ અને કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા અનેક ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ દરમિયાન કેસ કરવામાં આવેલ 481 વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે હોવાની જાણકારી સામે આવી છે. છે. તેની સાથે નવ દિવસ દરમિયાન વાહન ચેકિંગમાં નોંધાયેલા ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તેના માટે પોલીસ દ્વારા વાહન ચાલકોના લાઇસન્સ ની જાણકારી આરટીઓમાં મોકલી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ગત 25 મી નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પોલીસ દ્વારા કોમ્બીંગ અને વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવના એક હજારથી વધુ ગુનાઓ દાખલ કરી વાહનો ને જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 481 વાહનચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હતા અને બાકીના અન્ય વાહન ચાલકો લાયસન્સ વગર ચલાવી રહ્યા હતા. તે તમામ લોકો સામે અમદાવાદ પોલીસ દ્વારા મોટર વ્હિકલ એક્ટની કલમ 185 હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલામાં સેક્ટર-1 ના એડિશનલ પોલીસ કમિશનર નિરજ બડગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા 481 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના માટે ટ્રાફિક વિભાગ દ્વારા જરૂરી કામગીરી કર્યા બાદ RTO ને ડેટા મોકલવામાં આવશે. તેની સાથે ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં સખ્ત કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા આઠ દિવસની ડ્રાઇવ દરમિયાન 1.07 લાખ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 9862 ગુના દાખલ કરીને 73 લાખ રૂપિયાનો દંડ વસુલાયો છે. આ ગુનાઓમાં કુલ 4689 વાહનો જપ્ત કરાયા છે. તેની સાથે એક હજારથી વધુ કેસ બ્લેક ફિલ્મ અને વાંધાજનક નંબર પ્લેટના રહેલા હતા.

 

 

Share This Article
Leave a comment