America થી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થી પેટ્રોલ પંપ પાર્ટ ટાઇમ જોબ કરી રહ્યો હતો. કામ દરમિયાન પેટ્રોલ પંપ પર હથિયારબંધ લોકો દ્વારા તેલંગાણાના વિદ્યાર્થીને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 22 વર્ષીય સાઇ તેજા નુકારાપુની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ બાબતમાં બી આર એસ નેતા મધુસૂદન થથાના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઈ તેજાની હત્યાના સમાચાર મળ્યા બાદ તે તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પહોંચી આવ્યા હતા. ત્યાં તેમના દ્વારા મૃતક ના માતા-પિતા પાસે સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન મૃતકના માતા-પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાઈ તેજા ની ગોળી મારીને હત્યા કરવામાં આવી તે સમયે તે ડ્યુટી પર નહોતો. પરંતુ તે પોતાના એક મિત્રની મદદ કરવા માટે રહેલો હતો. મિત્ર દ્વારા સાંઇને ડ્યૂટી પર રોકાવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. બી આર એસ નેતા મધુસૂદન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમના દ્વારા આ મુદ્દે મદદ માટે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ટીએએનએ) ના સભ્યો સાથે વાત કરવામાં આવી છે.
તેની સાથે શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ને દોષીઓ ના વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે પીડિત ના પરિવાર ને દરેક સંભવ મદદ કરવામાં આવશે. શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતીય વિદ્યાર્થી નુકારાપુ સાંઇ તેજા ની હત્યા થી દુઃખી છીએ. અમારા દોષીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વાણિજ્ય દૂતાવાસ પીડિત ના પરિવાર અને મિત્રો ને મદદ કરવામાં આવશે.”
તમને જણાવી દઈએ કે, સાઈ તેજા દ્વારા ભારતમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો. ત્યારબાદ તે એમબીએ કરવા માટે અમેરિકા ચાલ્યો ગયો હતો. જ્યારે તેજા અમેરિકામાં પોતાના જીવન નિર્વાહ માટે પેટ્રોલ પંપ પર પાર્ટ ટાઇમ જોબ કરી રહ્યો હતો.