રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. Surat ના રાંદેર વિસ્તારમાં યુવાન દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં યુવક દ્વારા આપઘાત કેમ કરવામાં આવ્યો તેને લઈને કંઈપણ સામે આવ્યું નથી. હાલમાં પોલીસ દ્વારા યુવાન ની લાશને પીએમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ભુવનેશ્વરી સોસાયટીમાં આ ઘટના ઘટી છે. આ સોસાયટીમાં ક્રિષ્ના રાકેશભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. એવામાં ગઈ કાલના સાંજના સમયે ક્રિષ્ના ઘરે આવ્યો ત્યારે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, નાનો ભાઈ શની ઘરનો દરવાજો ખોલી રહ્યો હતો. તેના લીધે ક્રિષ્ના રાઠોડ દ્વારા ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલવામાં આવતા તેને પોતાના મિત્રોને બોલાવી દરવાજો તોડી નખાયો હતો. તે સમયે 19 વર્ષીય શનિ રાકેશભાઈ રાઠોડ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ શનિને પંખેથી નીચે ઉતારી લેવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ ને બોલાવી લેવામાં આવી હતી. તેમ છતાં એમ્બ્યુલન્સમાં હાજર રહેનાર તબીબ દ્વારા તપાસીને શની ને મૃત જાહેર કર્યો હતો.
ત્યાર બાદ અમે આ મામલામાં પોલીસને જાણ કરી હતી. તેના લીધે પોલીસ દ્વારા મૃતકની બોળીને પીએમ અર્થે ખસેડી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે, મૃતકની વાત કરીએ તો 19 વર્ષીય શનિ રાકેશ રાઠોડ ચોકલેટ ડીલેવરી નું કામ કરી રહ્યો હતો. ગઈકાલ સાંજના તેના દ્વારા પગલું ભરવામાં આવ્યું હતું. એવામાં દીકરાના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.