સુપરસ્ટાર રવિ તેજાની આગામી ફિલ્મ ‘Mr Bachchan’ મચાવશે ધૂમ, નવું પોસ્ટર થયું રિલીઝ

Amit Darji

સાઉથના સ્ટાર રવિ તેજા આ દિવસોમાં તેમની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘Mr Bachchan’ ના લીધે ચર્ચામાં રહેલા છે. ચાહકો દ્વારા ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તાજેતરમાં નિર્માતાઓ દ્વારા ફિલ્મની રિલીઝ તારીખથી પડદો ઉઠાવવામાં આવ્યો છે તેના લીધે ચાહકોમાં તેને લઈને ઉત્સાહ વધી ગઈ છે. જ્યારે હવે નિર્માતાઓ દ્વારા ફિલ્મના બહુ પ્રતિક્ષિત ટ્રેલર ની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.

Mr Bachchan નું ટ્રેલર આ તારીખના થશે રીલીઝ

ફિલ્મના નિર્માતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ‘Mr Bachchan’ ના ટ્રેલર ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. તેની સાથે તેમણે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કરી દીધું છે. ફિલ્મ ના નવા પોસ્ટરમાં રવિ તેજા અભિનેત્રી ભાગ્યશ્રી બોરસે સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ભાગ્યશ્રી કાળી અને લીલા રંગની સાડીમાં જોવા મળી રહી છે. જ્યારે રવિ પણ કાળા કપડામાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મનું ટ્રેલર 7 ઓગસ્ટ, 2024 ના રોજ થશે રિલીઝ

તેની સાથે ટ્રેલર ની રિલીઝ ડેટ પણ પોસ્ટર પર લખવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 7 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ કરવામાં આવશે. કેપ્શનમાં રવિ તેજા દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘7 મી ઓગસ્ટના શ્રી બચ્ચનનું માસ મહા ટ્રેલર જુઓ. આ સાથે હવે રવિ તેજા અભિનીત મિસ્ટર બચ્ચન સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં રહેલ છે. 14 ઓગસ્ટની સાંજના આંધ્રપ્રદેશ અને તેલંગાણા માં સ્પેશિયલ પ્રીમિયર નું આયોજન કરાશે. ફિલ્મ ના પ્રમોશનમાં ટીમ કોઈ કસર છોડવામાં આવી રહી નથી. અત્યાર સુધી રિલીઝ થયેલા ત્રણ ગીતોને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હરીશ શંકર દ્વારા નિર્દેશિત કરવામાં આવેલ આ ફિલ્મ અજય દેવગણ ની સુપરહિટ ફિલ્મ રેઇડની સત્તાવાર રિમેક રહેલી છે. આ ફિલ્મમાં રવિ તેજા એક સરકારી કર્મચારી તરીકે જોવા મળવાના છે જેમાં સામાજિક સંદેશ પણ રહેલ છે. જ્યારે, આ થ્રિલર ફિલ્મમાં રવિ સાથે ભાગ્યશ્રી બોરસે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ નિર્દેશક હરીશ શંકર દ્વારા નિર્દેશિત છે અને ટીજી વિશ્વ પ્રસાદ દ્વારા નિર્મિત કરવામાં આવી છે.

આ ફિલ્મમાં રવિ તેજા અને ભાગ્યશ્રી બોરસે સાથે સુભલેખા સુધાકર પણ મુખ્ય ભૂમિકામાં રહેલા છે. કહાની ભારતીય ઉદ્યોગપતિ સરદાર ઇન્દર સિંહ પર નાટકીય આવકવેરાના દરોડાની આજુબાજુ ફરતી જોવા મળવાની છે. અજય દેવગણની ‘રેઈડ’ નું તેલુગુ રૂપાંતર ‘મિસ્ટર બચ્ચન’ સ્વતંત્રતા દિવસના એટલે 15 ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થવાની છે.

Share This Article
Leave a comment