રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે Surat થી આવી જ એક બાબત સામે આવી છે. સુરત શહેર થી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક પતિ પત્ની દ્વારા વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 13 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી આરોપી દંપતીને ઝડપી પાડીને આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેનાર વીમા એજન્ટ ને ડ્રગ્સ ના કેસમાં ફસાવવાની ધમકી આપીને પતિ-પત્ની દ્વારા લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. એક્સપોર્ટ કંપની માં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ ન ખોલવા 13 લાખ પડાવવામાં આવ્યા હતા. આરોપી પતિ પત્ની નું વર્તન શંકાસ્પદ જોવા મળતા ફરિયાદી દ્વારા પોલીસને આ બાબતમાં જાણ કરવા આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ મામલામાં પોલીસ દ્વારા વીક્કી જરીવાલા અને તેમની પત્ની ક્રિષ્ના જરીવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે દેબાસીસ અને સેલ કંપનીનો કર્મચારી હોવાની પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે. આરોપી દંપતી વીમા એજન્ટને ઘણા સમયથી જાણતા હતા. આ પતિ પત્ની દ્વારા વીમા એજન્ટને ઈમ્પોર્ટ એક્સપોર્ટ માં સારુ વળતર મળવાની લાલચ આપીને રૂપિયા રોકાણ કરાવવામાં આવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા.