નવી દિલ્હી : વિકલી કલોઝિંગના દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેનો અંદાજ શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50ના ઘટાડાને જોઈને લગાવી શકાય છે. શેરબજારના ઇન્ડેક્સમાં તો ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં, વિકલી કલોઝિંગના દિવસે અદાણી ગ્રીન એનર્જી જેવી એનર્જી કંપનીઓના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા, પરંતુ Suzlon Energy ના શેરમાં ચાર ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
પછી શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને શેર રૂ. 69.40 પર આવી ગયો હતો, પરંતુ થોડા સમય પછી શેરમાં અદ્ભુત રિકવરી આવી અને શેર રૂ. 71.37 પર ટ્રેડિંગ બંધ થયો, જે 52 સપ્તાહમાં શેરની નવી સૌથી વધુ કિંમત હતી. શેરમાં આવેલ આ તેજી દર્શાવે છે કે શેરમાં ઓપનિંગથી ક્લોઝિંગ સુધી 4.99% નો વધારો થયો છે.
સુઝલોન એનર્જી અંગે બજારના નિષ્ણાતોનો અભિપ્રાય
છેલ્લા કેટલાક દિવસોથી સુઝલોન એનર્જીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે બજારના નિષ્ણાતો અને બ્રોક્રેજ ફોર્મ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા નુવામા ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે સુઝલોન એનર્જી માટે 64 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો હતો. જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયો છે.
સુઝલોન પર વાત કરતા, નુવામાએ જણાવ્યું છે કે, કંપની ઉદ્યોગમાં 2 GW વાર્ષિક ક્ષમતા સાથે અગ્રણી EPC અને રિપાવરિંગ વિકલ્પોની માંગને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે જે કંપનીને ભવિષ્યમાં વિસ્તરણ કરવામાં મદદ કરશે.
સુઝલોન એનર્જી સ્ટોકમાં આવ્યો વધારો
સુઝલોનનો શેર 1 ઓગસ્ટના રોજ 4% થી વધુના ઘટાડા સાથે રૂ. 67.98 પર બંધ થતો જોવા મળ્યો હતો, પરંતુ વિકલી કલોઝિંગના દિવસે એટલે કે 2 ઓગસ્ટે, કંપનીનો સ્ટોક ખુલ્યાની થોડીવાર પછી રૂ. 70.56 પર પહોંચી ગયો હતો.