‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા Gurucharan Singh છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં રહેલા છે. આ શોમાં અભિનેતા દ્વારા રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. તાજેતરમાં તેના દ્વારા શોના સેટ પર ઝેરી વર્તન વિશે વાત કરવામાં આવી હતી. તેની સરખામણી કોર્પોરેટ નોકરીઓ સાથે પણ કરવામાં આવી હતી. તેમાં દ્વારા જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને અસિત મોદી વચ્ચેના જાતીય સતામણીના મુદ્દા પછી તેમના સંબંધો વિશે પણ વાત કરવામાં આવી હતી. જેનિફર દ્વારા આ શોમાં ગુરુચરણની પત્ની રોશનની ભૂમિકા ભજવવામાં આવી હતી.
ગુરુચરણ સિંહ દ્વારા તાજેતરમાં વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને ગમતું ન હતું તે એ છે કે, મારું શૂટિંગ 12 વાગ્યે થતું હતું અને મને સવારે સાત વાગ્યે બોલાવવામાં આવતો હતો. સવારના તમે ઉર્જા સાથે ઉઠો છો અને માત્ર શૂટિંગ માટે રાહ જુઓ છો. તમારે દરેકને જવાબદારી અને અધિકાર આપવો જોઈએ અને કોઈને એવો ભ્રમ ન હોવો જોઈએ કે, તમે તેમની સાથે ખરાબ વર્તન કરો છો.”
વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે જેનિફર મિસ્ત્રી સાથે વાત કરી છે. તેમના દ્વારા અસિત કુમાર મોદી પર કાર્યસ્થળ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે અભિનેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “હું તાજેતરમાં જેનિફર બંસીવાલને મળ્યો હતો અને અમે સોશિયલ મીડિયા પર એક રીલ પણ શેર કરી હતી. તે દરમિયાન મેં બંને સાથે વાત પણ કરી હતી. પ્રયાસ કર્યો હતો કે, તે બંને ઓછામાં ઓછા એક વખત સામ-સામે આવે. તે સમયે મેં વિચાર્યું કે, હું મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ શું થશે હું તેમના મુદ્દાને લઈને તે મુશ્કેલીમાં પડી ગયો.”
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘મેં પ્રયાસ કર્યો હતો કે, બંને મળીને આ બાબતનો ઉકેલ લાવે. પરંતુ કેટલાક લોકોએ વસ્તુઓને ઠીક કરવી નહોતી. અસિત જી પેચ અપ કરવા ઈચ્છતા ન હતા, જ્યારે જેનિફર તૈયાર હતી. આજે પણ જે વસ્તુઓ વધુ સારી બની શકે છે તે લોકો પર નિર્ભર રહેલ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુચરણ સિંહ આ વર્ષની શરૂઆતમાં 22 એપ્રિલના રોજ ગુમ થઈ ગયા હતા, પરંતુ 26 દિવસ પછી નવી દિલ્હીમાં તેમના ઘરે પરત ફર્યા હતા. દિલ્હી પોલીસના અધિકારીઓએ સિંહની પૂછપરછ કરી, ત્યાર બાદ ખબર પડી કે, તે ધાર્મિક યાત્રા પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા.