પાકિસ્તાન સામેની T-20 સીરીઝ માટે ટીમની જાહેરાત, SRH નો શાનદાર બેટ્સમેન બન્યો કેપ્ટન

Amit Darji

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર રહેલી છે અને ટી-૨૦ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ 5 નવેમ્બરના રમશે. આ સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા જવા માટે રવાના થશે. પાકિસ્તાન ટીમ નો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી T-20 સીરીઝ સાથે શરૂ થશે. તેના માટે બંને ટીમોએ પોત-પોતાની ટીમો ની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચની T20 સીરીઝ રમશે. ત્યાર બાદ ત્રણ મેચની વન ડે સીરીઝ રમશે અને પછી બે મેચની ટેસ્ટ સિરીઝ નું આયોજન કરવામાં આવશે.

સાઉથ આફ્રિકા એ ત્રણ મેચની T-20 સીરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. એડન માર્કરામની ગેરહાજરીમાં બેટ્સમેન હેનરિક ક્લાસેન ને ટીમ કેપ્ટન બનાવવામાં આવેલ છે. હેનરિક ક્લાસેન ને તાજેતરમાં SRH દ્વારા રૂ. 3 કરોડની ભારે કિંમતમાં જાળવી રખાયો હતો. માર્કો યાનસન, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને ટ્રિસ્ટન સ્ટબ્સ T-20 સીરિઝના ભાગ નહીં હોય. તે આગામી વર્ષની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે પાકિસ્તાન સામેની વનડે સીરીઝ માટે વાપસી કરશે.

ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે અને સ્પિનર તબરેઝ શમ્સી જૂનમાં ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024 બાદ પ્રથમ વખત T20 ટીમમાં પરત ફર્યા છે. ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જે આયર્લેન્ડ સામે જુલાઈ 2021 માં છેલ્લી વખત રમ્યા બાદ T-20 ટીમમાં પરત ફર્યો હતો. 33 વર્ષીય, જેણે 14 ટી-20 મેચ રમી છે, તેણે આ સિઝનમાં CSA T-20 ચેલેન્જમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 178.12 ના સ્ટ્રાઈક રેટ થી 171 રન બનાવવામાં આવ્યા હતા અને 18.33 ની એવરેજથી 9 વિકેટ લેવામાં આવી હતી.

- Advertisement -

પાકિસ્તાન સામેની T-20 સીરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ : હેનરિક ક્લાસેન (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રિટ્જકે, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, પેટ્રિક ક્રુગર, જ્યોર્જ લિન્ડે, ક્વેના મફાકા, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, નકાબા પીટર, રિયાન રિકેલટન, તબરેજ શમ્સી, એન્ડીલે સિમેલેન અને રાસી વાન ડેર ડુસેન

સાઉથ આફ્રિકા સામેની T-20 સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ : મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, હરિસ રઉફ, કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સઈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી, સુફયાન મોકિમ, તૈયબ તાહિર અને ઉસ્માન ખાન (વિકેટકીપર).

- Advertisement -

 

Share This Article
Leave a comment