સૂર્યકુમાર યાદવ ની કેપ્ટનશીપમાં India ટીમ સાઉથ આફ્રિકા સામેની ચાર મેચોની T-20 સીરીઝની છેલ્લી મેચમાં 135 રનથી જીત મેળવવાની સાથે 3-1 થી સીરીઝ જીતવામાં સફળ રહ્યું હતું. જોહાનિસબર્ગ ના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી આ T-20 સીરીઝ ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સંજુ સેમસન અને તિલક વર્માના બેટથી શાનદાર અણનમ સદીની ઈનિંગ્સ જોવા મળી હતી અને ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રનનો મોટો સ્કોર બનાવી દીધો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં ભારતીય ટીમ તરફથી અર્શ દીપ સિંહ દ્વારા સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં આવી હતી.
એડન માર્કરામની કેપ્ટનશીપમાં આ T-20 સિરીઝમાં સાઉથ આફ્રિકાની ટીમ દ્વારા બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સીરીઝની છેલ્લી મેચમાં આફ્રિકન ટીમના બોલરો ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો સામે લાચાર જોવા મળ્યા અને ખુબ રન આપ્યા હતા. તેના લીધે ટીમ ઈન્ડિયા 283 ના સ્કોર સુધી પહોંચી ગયો હતો. જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 148 બનાવી શકી હતી. જ્યારે T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં સાઉથ આફ્રિકાની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર રહેલી છે. આ પહેલા તેને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 111 રનથી હાર પ્રાપ્ત થઈ હતી. જ્યારે ભારતની આ T-20 આંતરરાષ્ટ્રીય માં અત્યાર સુધીમાં રનો ના અંતરની બાબતમાં ત્રીજી સૌથી મોટી જીત રહી હતી.
તેની સાથે આ T20 સિરીઝમાં ટીમ India માટે સંજુ સેમસન અને તિલક વર્મા બેટિંગમાં શાનદાર ફોર્મ માં જોવા મળ્યા હતા. જ્યારે વરુણ ચક્રવર્તી બોલિંગમાં પોતાનો પ્રભાવ દેખાડવામાં સફળ રહ્યો હતો. આ સિરીઝમાં તિલકના બેટથી ચાર ઇનિંગ્સમાં 140 ની એવરેજથી 280 રન બનાવવામાં આવ્યા હતા. જ્યારે સંજુ સેમસન દ્વારા પણ આ સિરીઝમાં 72 ની એવરેજથી 216 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય બોલિંગમાં વરુણ ચક્રવર્તી દ્વારા ચાર મેચમાં 11.50 ની એવરેજથી કુલ 12 વિકેટ લેવામાં આવી હતી. જ્યારે અર્શ દીપ સિંહ પણ આઠ વિકેટ લેવામાં આવી હતી.