બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ India ની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

Amit Darji

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રવિવારના બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માની આગેવાનીમાં India 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમશે. આ સીરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાવવાની છે. બીસીસીઆઈએ તેમ છતાં પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. 2022 માં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઋષભ પંતની આ સીરીઝ માટે ટેસ્ટ ટીમમાં વાપસી થઈ ગઈ છે.

ઋષભ પંત છેલ્લી વખત ડિસેમ્બર 2022 માં ભારત માટે ટેસ્ટ રમ્યો હતો અને તાજેતરમાં દુલીપ ટ્રોફીમાં રેડ-બોલના ફોર્મેટમાં વાપસી કરી હતી. આ વિકેટકીપર બેટ્સમેન ઇન્ડિયા બી ટીમનો ભાગ હતો જેણે રવિવારના ઇન્ડિયા એ ટીમને હરાવ્યું હતું. ઋષભ પંત સિવાય ધ્રુવ જુરેલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. તેની સાથે જ લોકેશ રાહુલની પણ ટીમમાં વાપસી થઈ ગઈ છે, પરંતુ તેને વિકેટકીપરના બદલે બેટ્સમેન તરીકે સામેલ કરાયો છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ દુલીપ ટ્રોફીનો ભાગ નહોતા. T-20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજા પ્રથમ વખત મેદાનમાં ઉતરવાનો છે. રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન ટેસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે જ્યારે શ્રેયસ અય્યરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે યશ દયાલને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ થવાની તક આપવામાં આવેલ છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ.

Share This Article
Leave a comment