ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો. કેમ કે એવામાં જ સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પર્થમાં યોજાવનારી આ સીરીઝની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા વગર ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે અને પર્થમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન Team India દ્વારા ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચ પણ રમવામાં આવી રહી છે. રમતના બીજા દિવસે સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા શુભમન ગિલના ડાબા હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી. તેના લીધે તે તરત જ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.
તેની સાથે જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમવાની છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા રમવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. એવામાં હવે શુભમન ગિલની બહાર થવું પણ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. ક્રિકબઝના સમાચાર મુજબ, કેચ લેવાનો પ્રયત્ન કરતા સમયે શુભમન ગિલને સ્લિપમાં ફિલ્ડિંગ કરતા સમયે તેના ડાબા અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેની ઈજાને સ્કેન કરવામાં આવી તો ફ્રેક્ચર હોવાનું સામ્યું આવ્યું હતું. આ કારણોસર શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે નહીં. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી શુભમન ગિલને બહાર રાખવાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ પહેલા ઈન્ટ્રા સ્કવોડ મેચના પ્રથમ દિવસે લોકેશ રાહુલને બેટિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. તેના લીધે તે બીજા દિવસની રમતમાં ફિલ્ડિંગ કરતા સમયે મેદાનમાં ઉતર્યો નહોતો, તેમ છતાં તેની ઈજા વધુ ગંભીર નથી.
શુભમન ગિલ પર્થ ટેસ્ટ મેચમાંથી બહાર થયા બાદ અને કેપ્ટન રોહિત શર્મા હજુ સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો નથી. એવામાં અભિમન્યુ ઈશ્વરનને પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવનારી પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કરવાની તક મળવાની શક્યતા રહેલી છે. તેના સિવાય એ જોવાનું રસપ્રદ રહેશે કે, કયા બેટ્સમેનને નંબર-3 પોઝિશન પર તક મળશે, કારણ કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જ્યારે શુભમન ગિલ પ્લેઇંગ 11 માંથી બહાર થયો હતો. ત્યારે વિરાટ કોહલી દ્વારા તે મેચમાં નંબર-3 પર બેટિંગ કરવામાં આવી હતી. તેમ છતાં ઓસ્ટ્રેલિયન સ્થિતિમાં આ નંબર પર રમવું કોઈપણ ટીમના બેટ્સમેન માટે સરળ કામ રહેલ નથી.