બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ જેલમાંથી બહાર આવતા જ બિહારના રાજકારણ ગરમાવો આવ્યો છે. અનંત સિંહના જેલમાંથી બહાર આવતાની સાથે જ વિપક્ષના નેતા Tejaswi Yadav દ્વારા સીએમ નીતિશ કુમાર પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમને રાઘોપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જે પણ મુખ્યમંત્રીની જરૂરીયાત હોય છે તેમના દ્વારા તેને જેલમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. પછી તેમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. તેજસ્વી યાદવના આ નિવેદન બાદ રાજકારણ ગરમાવો આવ્યો છે.
આ બાબતમાં રાજકીય પંડિતો દ્વારા કહેવામાં આવ્યું છે કે, Tejashwi Yadav એ વાતનો ઈશારો કરી રહ્યા હતા કે, અનંત સિંહને જેલમાં મોકલવા પાછળ નીતીશ કુમારનો પણ હાથ રહેલો હતો. તત્કાલિન IPS અધિકારી લિપી સિંહ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ અનંત સિંહની જગ્યાએથી AK 47 અને બુલેટ પ્રૂફ જેકેટ મળી આવ્યા હતા. અનંત સિંહને નીચલી અદાલત દ્વારા સજા ફટકારવામાં આવી હતી અને જેલમાં પણ જવું પડ્યું હતું. બે દિવસ પહેલા પટના હાઈકોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી આનંદ સિંહ આજે સવારના જ બેઉર જેલમાંથી બહાર આવ્યા છે. જેલની બહાર પણ તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ અનંત સિંહ દ્વારા પત્રકારો સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, હવે તે સારું અનુભવી રહ્યો છે. એમ કહીને તે પોતાના વતન ગામ નદમા જવા માટે રવાના થઈ ગયો હતો. અહીં તેમના તેમના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.