ટેલિકોમ કંપનીઓ Recharge Plans ને ફરી કરી શકે છે મોંઘા, જાણો સંપૂર્ણ અહેવાલ….

Amit Darji

ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા બે મહિના પહેલા જ તેમના તમામ Recharge Plans મોંઘા કરી દેવામાં આવ્યા હતા. કંપનીઓના મોંઘા પ્લાન ને લીધે મોબાઈલ યૂઝર્સને વધુ પૈસા ચુકવવા નો વારો આવ્યો છે. એવામાં આવનારા દિવસોમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા ફરીથી યુઝર્સને મોટો ઝટકો આપવામાં આવી શકે છે. ટ્રાઈ ની નવી પોલિસી ના લીધે આ કંપનીઓ દ્વારા ફરી એક વખત તેમના રિચાર્જ પ્લાન ને મોંઘા કરવામાં આવી શકે છે.

વાસ્તવમાં,  ટેલિકોમ રેગ્યુલેટરી ટેલિકોમ્યુનિકેશન વિભાગને ફેક કોલ અને મેસેજને લઈને નવી પોલિસી લાવવા માટે જણાવ્યું છે. આ નવી પોલીસી 1 ઓક્ટોબર, 2024 થી અમલમાં મુકવામાં આવશે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ આ નવી નીતિનું પાલન કરશે નહીં તો તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે. જ્યારે ટ્રાઇ દ્વારા તે ટેલિકોમ કંપનીઓ પાસેથી ભારે દંડ વસૂલવા નો નિર્દેશ આપ્યો છે જે નકલી કોલ્સ અને મેસેજ રોકવામાં નિષ્ફળ રહેશે. રેગ્યુલેટરે દૂરસંચાર વિભાગ પાસેથી દંડ વસૂલવા માટે ટેલિકોમ કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવા નું પણ સૂચન આપવામાં આવ્યું છે.

નવી પોલિસી હેઠળ ટેલિકોમ વિભાગ કંપનીઓના લાયસન્સ રદ કરવાને બદલે ભારે દંડ વસૂલવા માટે સંમત થઈ શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓ પર વધારાનો બોજ વધવાનો છે. જે કંપનીઓ યુઝર્સ પાસેથી વસુલી શકે છે. તેની સાથે આ કંપનીઓ દ્વારા પહેલાથી જ પોતાના નુકસાનને ઘટાડવા માટે પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, તમામ ટેલિકોમ કંપનીઓ તેમના નુકસાનને ઘટાડવા અથવા નવી ટેકનોલોજી માં રોકાણ કરવા ને લીધે સામાન્ય વપરાશકર્તાઓ પર બોજ વધારે નાખે છે. એવામાં આવી સ્થિતિમાં જોવા મળી શકે છે કે, આ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન ની કિંમતમાં વધારો કરી શકે છે. તેના લીધે રિચાર્જ મોંઘા બને તેવી શક્યતા રહેલી છે.

Share This Article
Leave a comment