યશરાજ ફિલ્મ્સની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ધૂમ ના ત્રણ ભાગ અત્યાર સુધીમાં રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મના ત્રણેય ભાગ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફ્રેન્ચાઈઝી ના ચોથા ભાગ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રણબીર કપૂર Dhoom 4 માં પોતાનો જાદુ બતાવતા જોવા મળશે. આ ફિલ્મમાં તે ચોર બનીને પોલીસની મુશ્કેલી વધારવાના છે. હવે ધૂમ-4 માં એક હસીનાની એન્ટ્રી થઈ ગઈ છે. હા, એક મીડિયા રિપોર્ટ માં સામે આવ્યું છે, જેમાં ખુલાસો થયો છે કે, મેકર્સ ફિલ્મમાં રણબીર કપૂરના જુના કો-સ્ટારને લાવી રહ્યા છે.
Dhoom 4 ને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ની એન્ટ્રી થઈ ગઈ છે અને તે ફિલ્મના ચોર રણબીર કપૂર સાથે રોમાન્સ કરશે. આ સમાચારથી રણબીર અને શ્રદ્ધાના ચાહકો ખુશ થઈ ગયા છે. બંને પ્રથમ વખત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ માં સાથે જોવા મળ્યા હતા. આ જોડી દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવામાં હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બંને કલાકારો ધૂમ-4 માં પણ બધાને પ્રભાવિત કરશે. તેમ છતાં કેટલાક ચાહકો આ સમાચારથી ખુશ નથી. તે તૃપ્તિ ડિમરી ને ફરી એક વખત રણબીર કપૂર સાથે જોવા ઈચ્છે છે અને કેટલાક ચાહકોનું કહેવું છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે દીપિકા પાદુકોણ ને કાસ્ટ કરવામાં આવી જોઈએ.
ધૂમ-4 માંથી ગુમ થઈ જશે અભિષેક બચ્ચન
ધૂમ ફ્રેન્ચાઇઝી નો પ્રથમ ભાગ વર્ષ 2004 માં રિલીઝ થયો હતો. ત્યારથી અભિષેક બચ્ચન આ ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મના ત્રણેય ભાગમાં અભિષેક બચ્ચન પોલીસ ઓફિસર બનીને ચોરને પકડવા જોવા મળ્યા છે. પ્રથમ ભાગમાં જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ધૂમ-2 માં અભિષેક બચ્ચન અને ઋતિક રોશન ની ટક્કર જોવા મળવાની છે. જ્યારે આમિર ખાન ફિલ્મ ના ત્રીજા ભાગમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતો, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ધૂમ 4માં અભિષેક બચ્ચન પોલીસ ઓફિસર ની ભૂમિકામાં જોવા મળવાના નથી.