Afghanistan ના વિસ્ફોટક બેટ્સમેન ઈન્શાનુલ્લાહ જનાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેના પર મેચ ફિક્સિંગના આરોપોને લઈને પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 7 ઓગસ્ટના રોજ આ નિર્ણય લેવાયો હતો. તેના સિવાય બોર્ડ દ્વારા અન્ય ત્રણ ક્રિકેટરોની તપાસ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ઈન્શાનુલ્લાહ જનાત પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલામાં કાર્યવાહી કરવામાં આવતા ICC દ્વારા ઓપનિંગ બેટ્સમેન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્શાનુલ્લાહ જનાત દ્વારા અફઘાનિસ્તાન માટે ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમવામાં આવી છે.
જાણકારી અનુસાર, કાબુલ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિમાં ઈન્શાનુલ્લાહ જનાતને ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલ છે. ICC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઓપનિંગ બેટ્સમેન સિવાય બોર્ડ અન્ય ત્રણ ક્રિકેટરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. તેમ છતાં હજુ સુધી તેમના નામનો ખુલાસો કરવામાં આવેલ નથી.