બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં Mohammad Shami ના રમવાના લઈને આવ્યા મોટા સમાચાર

Amit Darji

મોહમ્મદ શમીને ઈજાના લીધે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદગી કરવામાં આવ્યા નથી. ત્યાર બાદ તેમના દ્વારા રણજી ટ્રોફી માટે બંગાળની ટીમમાં પસંદ કરવામાં આવ્યા અને તેમને ત્યાં સારું પ્રદર્શન પણ કર્યું હતું. આવી સ્થિતિમાં ઘણા મીડિયા રિપોર્ટ્સ થી Mohammad Shami ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની અટકળો શરૂ કરી દેવામાં આવી હતી. તે વનડે વર્લ્ડ કપ 2023 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા છે અને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યા નથી. હવે તેમના વાપસી પર પીટીઆઈ ના રિપોર્ટમાં મોટી જાણકારી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, પીટીઆઈના રિપોર્ટ અનુસાર, મોહમ્મદ શમીની વાપસી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના બીજા હાફમાં થવાની શક્યતા રહેલી છે. જાણકાર લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મેડિકલ ટીમ અને રાષ્ટ્રીય પસંદગીકારો ઈચ્છી રહ્યા છે કે, મોહમ્મદ શમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેટલીક વધુ સ્પર્ધાત્મક મેચો રમે જેનાથી તે જોવા માટે કે આટલા બધા પ્રયાસો છતાં પણ તેનું શરીર ઠીક છે કે નહીં. પછી ભલે આ સફેદ બોલ ની ટુર્નામેન્ટ હોય. મુખ્ય કોચ લક્ષ્મી રતન શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમ ની આવતીકાલના પસંદગી કરવામાં આવશે. જો મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે નહીં જાય તો હું માની રહ્યો છું કે, તે બંગાળ માટે ઉપલબ્ધ રહેશે.

તેની સાથે પસંદગી સમિતિ વ્યાપક પુનર્વસન કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી માત્ર એક રણજી ટ્રોફી મેચ બાદ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવાનો જોખમ લેવા ઈચ્છતા નથી. તેમ છતાં એક વર્ષ પછી સ્પર્ધાત્મક મેચમાં ઉતરેલા મોહમ્મદ શમી દ્વારા મધ્યપ્રદેશ સામે ઈન્દોરમાં બંગાળ માટે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવ્યું અને સાત વિકેટ લઈને તેની ટીમને સિઝનની પ્રથમ જીત અપાવી હતી.

મોહમ્મદ શમીની કારકિર્દી

મોહમ્મદ શમીની વાત કરીએ તો તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે અને તેણે ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી પણ છે. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં તેણે 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ, 101 ટેસ્ટ મેચમાં 195 વિકેટ અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 24 વિકેટ પ્રાપ્ત કરી છે. ગયા વર્ષે યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. ત્યારબાદ તેણે કુલ 24 વિકેટ ઝડપી હતી.

Share This Article
Leave a comment