ફિલ્મ “Pushpa 2: The Rule” ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખના રીલીઝ થશે ફિલ્મ

Amit Darji

ફિલ્મ ‘Pushpa 2: The Rule’ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનો પ્રથમ ભાગ સત્તાવાર રીતે લોક થઈ ગયેલ છે. પ્રથમ ભાગ ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહી હતી. અલ્લુ અર્જુન ફરી એક વખત તેના શાનદાર અવતારમાં જોવા મળવાના છે. ચાહકો તેને પુષ્પરાજ તરીકે જોવા આતુર રહેલા છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

રિલીઝ માટે તૈયાર છે ‘Pushpa 2: The Rule’

વર્ષ 2024 ભારતીય સિનેમા માટે આવું વર્ષ સાબિત થયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરેલ છે. હવે ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષના અંતમાં રિલીઝ માટે તૈયાર રહેલ છે. આ ફિલ્મમાં ચાહકો માટે ઘણું બધું રહેવાનું છે. ફિલ્મના ગીતો, પોસ્ટ, ટીઝર અને ઘણી ઝલક પહેલાથી જ રિલીઝ થઈ ચૂકી છે, જેને લોકોને ખૂબ પસંદ પણ આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ‘પુષ્પા 2’ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ‘સુસેકી’ ટ્રેકને યુટ્યુબ પર 250 મિલિયન વ્યૂઝ પ્રાપ્ત થયા છે, જે ફિલ્મ પ્રત્યે ચાહકોનો અપાર પ્રેમ અને પ્રશંસા દર્શાવે છે.

રિલીઝ ડેટની જાહેરાત કરતા મેકર્સે સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે, ‘પુષ્પા 2 ધ રૂલ’ નો પ્રથમ ભાગ સંપૂર્ણપણે તૈયાર છે. ઈતિહાસ બનતા જોવા માટે તૈયાર થઈ જાવ કેમ કે, પુષ્પા ભારતીય બોક્સ ઓફિસ ધમાલ મચાવવાની છે. તે ભારતીય સિનેમામાં એક નવો અધ્યાય શરૂ કરશે. ‘પુષ્પા 2 ધ રૂલ’ 6 ઠ્ઠી ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં આવશે.

‘પુષ્પા 2: ધ રૂલ’ નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને Mythri Movie Makers દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત ટી-સિરીઝ દ્વારા તૈયાર કરાયું છે.

Share This Article
Leave a comment