Shah Rukh Khan ને જાનથી મારી નાખવાની ધમકી મામલે સામે આવ્યું મોટું કારણ…

Amit Darji

બોલિવૂડ સુપરસ્ટાર Shah Rukh Khan ને જાનથી મારવાની ધમકી બાબતમાં નવી જાણકારી સામે આવી છે. આ મામલામાં સલમાન ખાનની જેમ હરણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી અપાઈ હતી. આ ઘટનાની તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે, આ ફોન રાયપુર (છત્તીસગઢ) થી કરાયો હતો. તે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ફૈઝાન ખાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેનો ફોન બે નવેમ્બરના રોજ ચોરાઈ ગયો હતો પરંતુ હવે ફૈઝાન દ્વારા આશ્ચર્યચકિત દાવો કરવામાં આવ્યો છે. તેનો દાવાનું કનેક્શન હરણના શિકાર સાથે રહેલું છે. મહત્વપૂર્ણ વાત છે કે,  બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સંબંધિત કાળિયાર શિકારનો મામલો 24 વર્ષ બાદ પણ ચર્ચામાં આવ્યો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેના દ્વારા સલમાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે શિકારના કેસને બોલિવુડના સુપરસ્ટાર સાથેની દુશ્મની નું કારણ ગણાવવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર, શાહરૂખ ખાનને ધમકી આપનાર આરોપી ફૈઝાન ખાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેને શાહરૂખ ખાન વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરી હતી. તે કારણોસર તેને હવે ધમકી બાબતમાં ખોટી રીતે ફસાવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ફૈઝાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા’ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક વીડિયોની લિંક શેર કરતા તેના દ્વારા શાહરૂખ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ફૈઝાન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ફિલ્મ ‘અંજામ’ (1994) માં શાહરૂખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેણે એક હરણની હત્યા કરી છે અને તે પોતાના સ્ટાફને તે હરણનું માંસ પકાવીને ખાવાનું જણાવે છે. ફૈઝાનનો આરોપ એ છે કે, ફિલ્મમાં આવા સીન બતાવવાથી બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઉભી થઈ શકે છે. એક વીડિયોમાં ફૈઝાન દ્વારા આરોપ લગાવ્યો છે કે, શાહરૂખના કેટલાક આતંકી તત્વો સાથે પણ કનેક્શન રહેલું છે.

તેની સાથે જણાવી દઈએ કે, બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર વર્ષ 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગેલો છે. રાજસ્થાનના બિશ્નોઇ સમાજ કાળિયારને પવિત્ર માનવામાં આવે છે. ત્યાર બાદથી બિશ્નોઇ સમાજ સલમાન ખાનથી નારાજ રહેલ છે. આ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. વર્ષ 2018 માં જ્યારે સલમાન ખાન આ કેસની એક હિયરિંગ માટે જોધપુર કોર્ટમાં હાજર થયો હતો તે સમયે લોરેન્સ બિશ્નોઇ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

 

Share This Article
Leave a comment