ફિલ્મ ‘Stree-2’ નો બોક્સ ઓફીસ કલેક્શન પર જલવો યથાવત, આ મોટી ફિલ્મનો તોડવા જઈ રહે છે રેકોર્ડ

Amit Darji

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘Stree-2’ સતત આગળ વધી રહી છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તેના દ્વારા નોંધાવવામાં આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયાથી થિયેટરોમાં તેના દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે હવે આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ના રેકોર્ડને તોડવા તરફ આગળ વધી રહી છે. ફિલ્મ ‘સ્ત્રી-2’ આ ફિલ્મનો રેકોર્ડ તોડવાથી થોડી જ દૂર રહેલી છે. તેની સાથે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી-2’ 600 કરોડની કમાણી તરફ સતત આગળ વધી રહી છે. ફિલ્મ ‘પઠાણ’ સિવાય અન્ય ઘણી ફિલ્મોના રેકોર્ડ આ ફિલ્મના નિશાના પર રહેલા છે.

તમને જણાવી દઈએ કે, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘Stree-2’ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર ત્રણ અઠવાડિયા પૂર્ણ કરવામાં આવ્યા છે અને જોરદાર કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘સ્ત્રી-2’ દ્વારા શુક્રવારના 4.84 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 531.27 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું છે. હવે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ નો રેકોર્ડ ફિલ્મ ‘સ્ત્રી-2’ ના નિશાન પર રહેલો છે. ‘પઠાણ’ ફિલ્મ દ્વારા 543.09 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ કરતાં લગભગ 12 કરોડ રૂપિયા પાછળ રહેલી છે. આ રીતે, આ રેકોર્ડ ટૂંક જ સમયમાં તૂટી શકે છે. ‘પઠાણ’ બાદ હવે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ નો રેકોર્ડ ફિલ્મ ‘સ્ત્રી 2’ના નિશાના પર રહેલો હશે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘સ્ત્રી-2’નું બજેટ 50 કરોડ રૂપિયા રહેલું છે. આ રીતે આ ફિલ્મે તેના બજેટ કરતા 10 ઘણી વધુ કમાણી કરી લીધી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી-2’ માં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

Share This Article
Leave a comment