શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘Stree-2′ નો સિનેમાઘરોમાં જલવો યથાવત રહેલો છે. 15 ઓગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ દ્વારા ઘણી ફિલ્મોને કમાણીની બાબતમાં પાછળ છોડવામાં આવી છે. તેની સાથે આ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનવાના માર્ગ પર આવી ગઈ છે. 100 અને 200 કરોડની કમાણી કર્યા બાદ ‘Stree-2′ ખૂબ જ ઝડપથી રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ છે. હવે શ્રદ્ધા કપૂરની નજર 600 કરોડ રૂપિયાની ક્લબ પર રહેલી છે, જેની શરૂઆત સ્ટ્રી 2થી થશે.
અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘Stree-2’ ઘણી કોમેડી અને હોરર થી ભરેલ છે. ફિલ્મમાં દરેક કલાકારો દ્વારા શાનદાર અભિનય કરવામાં આવ્યો છે તેનો ફાયદો ફિલ્મની કમાણી માં જોવા મળી છે. આ ફિલ્મે પ્રથમ જ દિવસે લગભગ 60 કરોડ રૂપિયાની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કરી હતી અને 26 દિવસ બાદ પણ કમાણીનો આ ટ્રેન્ડ અટક્યો નહોતો. આ ફિલ્મે રવિવારે એટલે કે 25માં દિવસે 11.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ ફિલ્મનું કુલ કલેક્શન 551.44 રૂપિયા પહોંચી ગયું છે. જ્યારે સોમવારે પણ ફિલ્મે સારી કમાણી કરી છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, ‘Stree-2’ એ સોમવારે રૂ. 3.25 કરોડનું કલેક્શન કરલે છે જેનાથી ફિલ્મની કુલ કમાણી રૂ. 554.79 કરોડ પહોંચી ગઈ છે. આ કમાણી સાથે ‘Stree-2’ પહેલાથી જ ફિલ્મ જવાન પાછળ છોડી ચુકી છે અને હવે તે એનિમલ ફિલ્મને પાછળ છોડવા પર આવી ગઈ છે. એનિમલે હિન્દીમાં કુલ કમાણી 556.36 કરોડ કરી હતી.
બોલિવૂડની ફિલ્મો દ્વારા જોરદાર કમાણી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ફિલ્મ 600 કરોડ ના ક્લબમાં સામેલ થઈ નથી. હિન્દી સિનેમામાં પઠાણ, અનિલમ સહિતની કેટલીક ફિલ્મો જ રૂ. 500 કરોડ ના ક્લબમાં સ્થાન પ્રાપ્ત શકી છે, પરંતુ હવે શ્રદ્ધા કપૂરની ફિલ્મ રૂ. 600 કરોડ તરફ આગળ વધી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો ફિલ્મ આ રીતે જ કમાણી કરતી રહેશે તો ટૂંક સમયમાં જ હિન્દી સિનેમામાં 600 કરોડની ક્લબ શરૂ થઈ જશે.