ફિલ્મ ‘Stree-2’ નો બોક્સ ઓફિસ પર જલવો યથાવત, 14 માં દિવસે આટલા કરોડની કરી કમાણી

Amit Darji

શ્રદ્ધા કપૂર 2018 ની હિટ ફિલ્મ ‘સ્ત્રી’ ની સિક્વલ સાથે પરત આવી રહી છે. અમર કૌશિકની નિર્દેશિત ‘Stree-2’ તાજેતરમાં 14 ઓગસ્ટના રોજ થિયેટરોમાં આવી હતી અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે થોડા દિવસોમાં 400 કરોડનો આંકડો પણ પાર કરી લેવામાં આવ્યો છે.

‘સ્ત્રી 2’ નો મુકાબલો અક્ષય કુમાર ‘ખેલ-ખેલ મેં’ અને જોન અબ્રાહમની ‘વેદા’ સાથે થયો હતો. તેમ છતાં, ‘Stree-2’ બંનેને પાછળ છોડવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ સિનેમામાં ઘરોમાં ફ્લોપ રહી છે. આ સિવાય જ્હોન અબ્રાહમની ‘વેદા’ પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકતા નથી. જ્યારે ‘Stree-2′ સફળતા પ્રાપ્ત કરી રહી છે.

વીકએન્ડ સિવાય કામકાજના દિવસોમાં પણ આ ફિલ્મની ગતિ ધીમી પડી રહી નથી. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જોડી અને પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના ના રમુજી સંવાદો સાંભળવા લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. એવામાં સિનેમાઘરોમાં લોકો દ્વારા આ ફિલ્મ ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ફિલ્મ ના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો ‘Stree-2′ એ 14 માં દિવસે 6.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે આ ફિલ્મનું કુલ કલેક્શન હવે 421.05 કરોડ રૂપિયાની આજુબાજુ પહોંચી ગયેલ છે. આ ફિલ્મ ટૂંક જ સમયમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લેશે.

‘Stree-2’ ની સ્ટાર કાસ્ટ ની વાત કરીએ તો ફિલ્મમાં શ્રદ્ધા સિવાય રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી પણ તેમાં જોવા મળ્યા છે. તમામ સ્ટાર્સ દ્વારા પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ‘Stree-2′ નું નિર્માણ મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવેલ છે. ફિલ્મમાં તમન્ના ભાટિયા, અક્ષય કુમાર અને વરુણ ધવનની ખાસ ભૂમિકાઓ પણ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

Share This Article
Leave a comment