Mpox નો પ્રથમ શંકાસ્પદ કેસ ભારતમાં નોધાયો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી

Amit Darji

મંકીપોક્સને લઈને ચિંતાજનક બાબત સામે આવી છે. ભારત સરકાર દ્વારા રવિવારના દેશમાં મંકીપોક્સના પ્રથમ ‘શંકાસ્પદ’ કેસને જાણ કરવામાં આવી છે. તેની સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બાબત કોઈ ચિંતાનું કારણ નથી. જાણકારી મુજબ, એક યુવાન પુરૂષ દર્દી, જે તાજેતરમાં એમપોક્સ (Mpox) ચેપનો અનુભવ કરી રહેલા દેશમાંથી પરત ફર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપેલ એક નિવેદન મુજબ, આ દેશમાં એમપોક્સના શંકાસ્પદ કેસ તરીકે રહેલ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં અલગ રાખવામાં આવેલ છે અને તેની સ્થિતિ હાલમાં સ્થિર રહેલ છે.” તેમ પણ જણાવ્યું છે કે, “Mpox ની હાજરીની પુષ્ટિ કરવા માટે દર્દીના નમૂનાઓનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.”

તેની સાથે આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેસનું ડેવલોમપેન્ટ NCDC દ્વારા હાથ ધરવામાં આવેલા અગાઉના જોખમ મૂલ્યાંકન સાથે સુસંગત રહેલ છે અને અયોગ્ય ચિંતાનું કોઈ કારણ રહેલ નથી.

MPOX ને વાયરસને લઈને જણાવી દઈએ કે, એમપોક્સ ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયેલા વાઇરસને લીધે થાય છે, પરંતુ તે નજીકના શારીરિક સંપર્ક દ્વારા પણ તે ફેલાય છે. આ સિવાય તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ચામડીના જખમ જેવા કે મોટા ફોડલાઓનું કારણ રહેલ છે.

તેની સાથે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં નવા ક્લેડ 1b સ્ટ્રેનના કેસોમાં વધારાથી ચિંતિત રહેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 14 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જે નજીકના દેશોમાં ફેલાય છે. કોંગોમાં Mpox સામે રસીકરણ અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. જ્યારે 2022 રોગચાળો ક્લેડ 2 દ્વારા થયેલ હતો જે હજુ પણ પશ્ચિમ સહિત ઘણા દેશોમાં પ્રસરી રહ્યો છે. તેમ છતાં ડીઆરસીમાં રોગચાળો ક્લેડ 1 સ્ટ્રેઈનને લીધે થાય છે અને આ પેટાજૂથના નવા પ્રકાર, કલેડ 1b ના ઉદભવ સાથે પરિસ્થિતિ વધુ જટિલ બનેલ છે. વેરિઅન્ટના ચેપના સ્તરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ રહેલ છે. ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્લેડ 1 બીના કેસોમાં ઝડપી વધારો થયો છે, પરંતુ “પ્રમાણમાં ઓછા મૃત્યુ” નીપજ્યા છે. આ અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતો આ વાયરસ 1958 માં ડેનમાર્કમાં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મળ્યો હતો. તે સૌથી પહેલા 1970 ના દાયકામાં ઝાયરમાં મનુષ્યોમાં જોવા મળ્યો હતો જે ડીઆરસીનું ભૂતપૂર્વ નામ રહેલું હતું.

 

Share This Article
Leave a comment