‘Panchayat’ એમેઝોન પ્રાઇમ વિડિયો ની ખૂબ જ લોકપ્રિય વેબ સિરીઝ માંથી એક રહેલી છે. અત્યાર સુધીમાં તેની ત્રણ સીઝન પ્રસારિત કરવામાં આવી છે જ્યારે દર્શકો દ્વારા આ સીરીઝની ચોથી સીઝનની રાહ જોવામાં આવી રહી છે. હવે તેના મેકર્સ દ્વારા ફેન્સ માટે એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં નિર્માતાઓ દ્વારા એક જાણકારી આપવામાં આવી છે કે, તેની ચોથી સિઝન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ સમાચારથી પંચાયત ને પસંદ કરનાર ચાહકોમાં ખુશી છવાઈ જશે.
દિપક કુમાર મિશ્રા ‘પંચાયત 4’ પર કામ શરૂ
‘Panchayat’ ના નિર્દેશક દીપક કુમાર મિશ્રા દ્વારા જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, ચોથી સિઝન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રા ના જણાવ્યા અનુસાર, લોકપ્રિય કોમેડી-ડ્રામા સીરીઝ પંચાયતની ઓછામાં ઓછી બે વધુ સીઝન પર હાલમાં કામ ચાલી રહ્યું છે. તેની ચોથી સિઝન પર પણ કામ શરૂ કરી દેવાયું છે. ચાહકોની ખુશી વધુ કરતા તેમણે જણાવ્યું કે, તેની પાંચમી સિઝન માટે પણ પ્લાનિંગ કરાઈ રહ્યું છે.
ત્રીજી સિઝને ઘણા સવાલ છોડ્યા
તેમ છતાં ચાહકો દ્વારા ચોથી સીઝનની રાહ જોવામાં આવી રહી છે. જાણકારી મુજબ, પંચાયત ની ચોથી સિઝન વર્ષ 2026 માં રિલીઝ કરવામાં આવી શકે છે. તેની પ્રથમ સિઝન વર્ષ 2020 માં શરૂ થઈ હતી, બીજી સિઝન 2022 માં અને ત્રીજી સિઝન 2024 માં શરૂ થઈ હતી. દરેક સિઝન વચ્ચે બે વર્ષનું અંતર રહેલું છે, તેથી તેની ચોથી સિઝન પણ 2026 માં રિલીઝ કરવામાં આવી શકે છે. તેની ત્રીજી સિઝનમાં ઘણા સવાલો ચાહકોના મનમાં છોડ્યા હતા, જેમ કે, પ્રધાનજી પર કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને શું અભિષેક CAT પરીક્ષા પાસ કરશે કે નહીં. આ તમામ પ્રશ્નોના જવાબ તેની આગામી સીઝનમાં પ્રાપ્ત થઈ શકશે.
સીઝન પાંચ નું પણ પ્લાનિંગ
ડિરેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, પંચાયતની ચોથી સિઝનના ઘણા એપિસોડ લખવામાં આવ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, “સીઝન ચારનું લેખન શરૂ થઈ ગયું છે. અમારા માટે સામાન્ય રીતે સીઝન વચ્ચે કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. અમે શોના ત્રણ કે ચાર એપિસોડ લખ્યા છે અને ત્રીજી સિઝન પૂર્ણ થઈ ગયેલ છે.” તેમણે વધુમાં કહ્યું છે કે, “અમે અત્યાર સુધી ચાર અને પાંચમી સિઝનના નિર્માણ કરવાનો વિચાર કર્યો છે. અમારી પાસે સિઝન ચાર માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને સીઝન પાંચ માટે વધુ વિસ્તૃત યોજના રહેલી છે.