હવામાન વિભાગે મેઘરાજાને લઇને કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં રહેશે સામાન્યથી મધ્યમ વરસાદ

Amit Darji

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ ઓક્ટોબર નવરાત્રિના પ્રથમ દિવસથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ, સાઈક્લોનિક સરક્યુલેશનના મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થવાના લીધે વરસાદની શક્યતાઓ ઉભી થઈ હતી. આગામી 24 કલાક બાદ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાનું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપ્યું છે. આ સિવાય આગામી બે દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થવાનો છે.

તેની હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. પરંતુ રાહતની વાત એ છે કે, આગામી 24 કલાક દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું છે.

આ સિવાય રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાનું છે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજે  પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે.

આ સિવાય ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી અને દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article
Leave a comment