હવામાન વિભાગે મેઘ રાજાને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ

Amit Darji

રાજ્યમાં હાલ છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. એવામાં હવે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમુક જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવેલ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, તાપી અને અમરેલી જીલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા આજે તારીખના 22 એટલે આજે અને 23 તારીખના રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જ્યારે 24 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

તેની સાથે તારીખ 25 અને 26 નાં રોજ નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, છેલ્લા થોડા દિવસોથી લીધેલા વરસાદના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળવાનો છે.

 

Share This Article
Leave a comment