રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા Rain ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગમાં આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેવાની છે. આ સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો માં છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગર ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળના ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેલી છે. આ સાથે નવરાત્રિ દરમ્યાન છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.