હવામાન વિભાગે મેઘરાજાને લઇને કરી મોટી આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

Amit Darji

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વિરામ લીધેલ વરસાદને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દક્ષિણી વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યા છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રથી પરથી પસાર થનાર સિસ્ટમની અસર ના લીધે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા રહેલી છે. આગામી 3 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી આજુબાજુ રહેવાની શક્યતા છે. શનિવારના પણ બપોરના સમયે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેમ છતાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ગરમીથી લોકોને રાહત મળી ગઈ હતી.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આજે પણ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ના લીધે યેલો એલર્ટ પણ અપાયુ છે. લોકલ કન્વેક્શન એક્ટિવિટીના લીધે વરસાદને લઈને આગાહી કરવામાં આવેલ છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Share This Article
Leave a comment