હવામાન વિભાગે ‘Dana’ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જ્યારે આ વાવાઝોડું સમગ્ર દેશમાં વરસાદ લાવશે. તેની સાથે ચક્રવાતી તોફાન ‘દાના’ ના લીધે બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તેની સાથે દિવાળી પહેલા આ વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે.
IMD દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચક્રવાતી તોફાન ‘દાના’ બંગાળની ખાડીમાં ઝડપથી સતત આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તેની જમીન પર ત્રાટકવાની શક્યતા રહેલી છે. 24 ઓક્ટોબરની રાત્રીથી 25 ઓક્ટોબર ની સવા રની વચ્ચે આ વાવાઝોડું બંગાળના સાગર દ્વીપ અને ઓડિશા ના પુરીની વચ્ચેથી પસાર થવાનું છે. જ્યારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની જોડાયેલો ઉત્તર અંડમાન સાગર પર પણ એક નીચા દબાણનો વિસ્તાર રહેલો છે. 23 ઓક્ટોબરના રોજ ચક્રવાતી તૂફાન માં પરિવર્તિત થયા બાદ તે 24 ઓક્ટોબરના ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાઓ સાથે અથડાવવાનું છે તેના લીધે દરિયા ઉપર 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવવાની શક્યતા રહેલી છે. IMD દ્વારા 22-25 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
તેની સાથે વધુમાં IMD મુજબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 22 થી 26 ઓક્ટોબર દરમિયાન ભારે થી અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઝારખંડમાં પણ 24 ઓક્ટોબરે વરસાદ વરસી શકે છે. તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં પણ ચક્રવાતી તૂફાનની અસર જોવા મળવાની છે. તેમ છતાં આ વાવાઝોડાની અસર ગુજરાત પર ઓછી જોવા મળવાની છે. તેના સિવાય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના લીધે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. તેના લીધે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાની છે અને આ કારણે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.