હવામાન વિભાગ વાવાઝોડું Dana ને લઈને કરી મોટી આગાહી….

Amit Darji

વાવાઝોડું Dana ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દાના ગુરુવાર મોડી રાત્રીના ઓડિશાના તટ સાથે ટકરાયું હોવાનું સામે આવ્યું છે. રાત્રી લગભગ 12:45 વાગ્યે ભદ્રક જિલ્લામાં ધામરા પાસે તેનું લેન્ડફોલ સર્જાયું હતું. જ્યારે લેન્ડફોલ સર્જાતા દાના ની ગતિ 120 કિમી પ્રતિ કલાક રહેલી હતી. તેમ છતાં ધીમે ધીમે તેની ગતિમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, ઓડિશામાં આજે સાંજ સુધીમાં તેની ગતિ ઘટી જવાની છે.

તમને જણાવી દઈએ કે, ‘દાના’ ના લીધે ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર સવાર ના 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઇ ગયો હતો. તેની સાથે બંને રાજ્યો ના અનેક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. રાહતની વાત એ રહી છે કે, અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું નથી.

તેની સાથે જણાવી દઈએ કે, મોડી રાત્રીના દાના નો લેન્ડફોલ સર્જાતા ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. ભયંકર પવનના લીધે ઓડિશામાં ભારે નુકસાન પહોંચ્યું છે. ઘણા સ્થળ પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાની પણ જાણકારી સામે આવી છે. સૌથી વધુ નુકસાન ભદ્રક અને બાંસડામાં સર્જાયું હતું. બાંસડામાં ઘણા મોટા હોર્ડિંગ્સ પડી ગયા હોવાની પણ જાણકારી સામે આવી છે.

વાવાઝોડું ‘દાના’ ની વાત કરીએ તો તે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ સતત વધી રહ્યું છે અને આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ સાંજ ના 5.30 વાગ્યે ઉત્તર તટીય ઓડિશાના ધામરા થી લગભગ 20 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમ અને હબલીખાટી નેચર કેમ્પ થી 40 કિમી ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત થયેલ છે. આઈએમડી મુજબ, લેન્ડફોલ પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા આગામી 1-2 કલાક સુધી ચાલુ રહેવાની છે. આજે બપોર સુધી ધીમે ધીમે ચક્રવાત કમજોર થવાની શક્યતા રહેલી છે.

IMD મુજબ, શુક્રવાર બપોર સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેવાની છે. તે સમયે પવનની ગતિ 100-110 કિ મી/કલાક રહેવાનો અંદાજ રહેલો છે. હવામાન વિભાગ દ્વારા સાત જિલ્લાઓમાં ભારે થી ખૂબ ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMD મુજબ મયુરભંજી, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

 

Share This Article
Leave a comment