હવામાન વિભાગે Gujarat માં મેઘ મહેરને લઈને કરી મોટી આગાહી…

Amit Darji

Gujarat માં છેલ્લા થોડા દિવસોથી મેઘ મહેર જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે મેઘ રહેવાની શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ ગુજરાત પર ત્રણ સિસ્ટમ અસર રહેવાની છે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન સર્જાયું છે. તેના લીધે હાલમાં ઉત્તર છત્તીસગઢના આજુબાજુ સક્રિય છે જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે. તેના લીધે ગુજરાત ઉપર વરસાદની અસર રહેવાની છે. તેમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, 11 મી સપ્ટેમ્બરના રોજ મહિસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદી આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદ વરસી શકે છે.

તેની સાથે 12 તારીખથી 14 સુધી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદ જોવા મળવાનો છે. આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં મધ્યમ વરસાદ જોવા મળવાનો છે.

જ્યારે 15 થી 17 મી તારીખના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વરસાદ વરસી શકે છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.

 

Share This Article
Leave a comment