હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, 10 રાજ્યોમાં આપ્યું યલો એલર્ટ

Amit Darji

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગુજરાતમાં વરસાદે થોડા દિવસથી વિરામ લીધો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ પણ અહીં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમ છતાં 5 સપ્ટેમ્બર પછી અહીંના લોકોને ખરાબ હવામાન માંથી થોડી રાહત મળી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ રહેલી છે. એવામાં છેલ્લા બે દિવસથી વરસાદે હાલમાં વિરામ લીધો છે. તેના લીધે જનજીવન વેરવિખેર થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જો તમે એલર્ટ જાહેર કરવામાં આવે તો તે તમારા ઘરથી દૂર હોવ તો તમારા ઘરે તમને જલ્દી પહોંચી જજો. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા હવામાનની સતત અપડેટ આપવામાં આવે છે. તેના સિવાય એક મેડિકલ કીટ હંમેશા તમારી સાથે ઘરમાં સાચવીને રાખજો.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા કોંકણ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં 2 થી 7 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની શક્યતા ની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાનો છે. જ્યારે ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદની અપેક્ષા રહેલી છે.

 

 

Share This Article
Leave a comment