Bangladesh માં રાજકીય ઉથલપાથલ બાદ હવે વચગાળાની સરકાર ની રચનાની ચર્ચા કરવામાં આવી રહી છે. જાણકારી અનુસાર, નોબેલ પુરસ્કાર વિજેતા ડો. મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરે તેવી શક્યતા રહેલી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિદ્યાર્થી આંદોલનના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે જણાવ્યું છે કે, તેમણે પહેલા થી જ ડૉ. મોહમ્મદ યુનુસ થી વાત કરી છે. ડો. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ માં તખ્તા પલટ બાદ એક નામી ચેનલથી વાતચીત કરી હતી. તેમના દ્વારા શેખ હસીનાની સરકાર ને તાજેતરની ઘટનાઓ માટે સંપૂર્ણપણે જવાબદાર ગણવામાં આવી હતી.
મોહમ્મદ યુનુસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થિતિનું સૌથી મહત્વનું કારણ લોકશાહીને યોગ્ય સ્થાન ન આપવું રહેલ છે. બાંગ્લાદેશમાં ચૂંટણી યોગ્ય રીતે યોજાઈ નહોતી. શેખ હસીના સતત સત્તામાં બન્યા રહ્યા હતા. તે ઘણા શક્તિશાળી બની ગયા હતા. વન કન્ટ્રી, વન લીડર, વન નેરેટિવ, વન પોલિસી જેવી નીતિઓના કારણે લોકો હેરાન હતા. બેરોજગારી ના લીધે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. આ મુખ્ય કારણ હતું જેના લીધે આ ઘટના બની હતી.
2024 ની શરૂઆતમાં ઢાકાની એક અદાલતમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ને એક કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો શ્રમ કાયદાના ભંગ સાથે સંબંધિત રહેલો હતો. સજા સંભળાવ્યા બાદ તેને જામીન મળી ગયા હતા. આ સજા સામે અપીલ કરવા માટે તેને 30 દિવસનો સમય અપાયો હતો. મોહમ્મદ યુનુસ બિન-લાભકારી કંપની ગ્રામીણ ટેલિકોમ ના અધ્યક્ષ છે જેમની પાસે બાંગ્લાદેશ ટેલિકોમ સેક્ટર માં 34 ટકા હિસ્સો રહેલો છે. તેમના પર આરોપ હતો કે, કંપની ના 67 કર્મચારીઓ જેમની નોકરી કાયમી કરવાની હતી તેમની નોકરી કરવામાં આવી નથી. કર્મચારી કલ્યાણ નિધિની પણ સ્થાપના કરવામાં આવી નહોતી. કંપની ની પોલિસી મુજબ કર્મચારીઓને 5 ટકા ડિવિડન્ડ આપવાનું હતું, જે આપવામાં આવ્યું નથી. આ આરોપોના આધારે મોહમ્મદ યુનુસ ની સાથે કંપનીના વધુ ત્રણ ચેરમેનને પણ સજા ફટકારવામાં આવી હતી.