ફિલ્મ ‘Pushpa-2’ નું ત્રીજા દિવસનું કલેક્શન આવ્યું આશ્ચર્યચકિત કરનારું, જાણો કેટલા કરોડની કરી કમાણી…

Amit Darji

અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રૂલ’ તેના ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણી કરવા પર સફળ રહી છે. પુષ્પા 2 એ તેની રિલીઝ પછી દરરોજ 200 કરોડનું કલેક્શન કરી લેવામાં આવ્યું છે અને દુનિયાભરમાં કુલ કલેક્શન 400 કરોડને પાર કરી લીધું છે. Pushpa-2 દ્વારા તેના પ્રથમ રિલીઝ દિવસે ભારતમાં 164 કરોડની કમાણી કરવામાં આવી હતી. ત્યાર બાદ બોક્સ ઓફિસ પર ફિલ્મ નો ક્રેઝ વધ્યો અને બીજા દિવસે 93 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. તેમ છતાં પુષ્પા 2 દ્વારા ફિલ્મના રિલીઝ ના ત્રીજા દિવસે તેના નિર્માતાઓને ખરાબ સમાચાર આપ્યા અને તે બોક્સ ઓફિસ પર જંગી કલેક્શન જાળવવામાં નિષ્ફળ રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા 2 2021 માં રિલીઝ થયેલા પહેલા ભાગમાં તેની લોકપ્રિયતાને લીધે ખૂબ ચર્ચાઓ માં રહી હતી. પુષ્પા 2 એ માત્ર ત્રણ દિવસમાં ભારતમાં રૂ. 265 કરોડ અને વિશ્વભરમાં રૂ. 400 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા. ટ્રેડિંગ વેબસાઈટ મુજબ, પુષ્પા 2 નું ત્રીજા દિવસે માત્ર ૩૯ કરોડની કમાણી થતા નિર્માતાઓ નિરાશ થઈ શકે છે.

પુષ્પા 2 એ 2021 માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ની સિક્વલ રહેલી છે. આ ફિલ્મ દ્વારા ચાહકોને દિવાના બનાવી દીધા અને ઇતિહાસની સૌથી લોકપ્રિય સાઉથ ફિલ્મોમાંથી એક બની ગઈ છે. ફિલ્મ દ્વારા દુનિયાભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી લેવામાં આવી છે અને બોક્સ ઓફીસ પર સુપરહીટ પણ રહી છે. હવે તેનો બીજો પાર્ટ થિએટરમાં આવી ગયો અને બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી દીધો છે. ફિલ્મ દ્વારા માત્ર ત્રણ દિવસોમાં 400 કરોડનું કલેક્શન કરી લેવામાં આવ્યું છે.

ત્રીજો ભાગ પણ ટૂંક સમયમાં થશે રિલીઝ

પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર બે વખત ધમાલ મચાવવામાં આવી અને ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફિલ્મના મેકર્સ આવતા વર્ષ સુધીમાં તેનો ત્રીજો ભાગ શરૂ કરવાની તૈયારીમાં રહેલા છે. અલ્લુ અર્જુન દ્વારા બે વર્ષ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થવાની છે. અમે પુષ્પાઃ ધ રાઇઝ, પુષ્પાઃ ધ રૂલ અને હવે પુષ્પાઃ ધ રેમ્પેજ જોઈ છે, જે ત્રીજો ભાગ હશે જે ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. તેમ છતાં નિર્માતાઓ દ્વારા અત્યાર સુધીના આંકડાનો ખુલાસો કર્યો નથી, પરંતુ આ તેમની પાઇપલાઇનમાં રહેલી છે.

Share This Article
Leave a comment