‘લાપતા લેડીઝ’ પછી બીજી હિન્દી ફિલ્મને ઓસ્કાર 2025 માટે સત્તાવાર રીતે મોકલવામાં આવેલ છે. ફિલ્મનું નામ ‘Santosh’ રહેલું છે. જો હિન્દી ફિલ્મ સાંભળ્યા બાદ તમે વિચારતા હશો કે, તેને ભારતમાંથી પ્રતિષ્ઠિત એવોર્ડ માટે મોકલવામાં આવેલ છે તો એવું નથી. આ ફિલ્મને યુકે દ્વારા સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરાઈ છે.
તમને જણાવી દઈએ કે, શહાના ગોસ્વામી અને સુનિતા રાજવાર અભિનીત હિન્દી ફિલ્મ ‘સંતોષ’ ને ઓસ્કાર 2025 માટે યુકેની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરાઈ છે. એવામાં બે દિવસ પહેલા જ કિરણ રાવ દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ને ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાઈ છે. જ્યારે હવે વધુ એક હિન્દી ફિલ્મનો ઓસ્કારની રેસમાં સમાવેશ થઈ ગયો છે.
ફિલ્મ ‘Santosh’ ને UK તરફથી 2025 ના ઓસ્કારમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની રેસમાં સામેલ કરાઈ છે. ડેડલાઇનના રિપોર્ટ અનુસાર, ફિલ્મની પસંદગી બાફ્ટા દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા અમેરિકન એકેડમી દ્વારા નિયુક્ત કરાઈ છે. યુકે દ્વારા એન્ટ્રીઓ સબમિટ કરવા માટે આ સંસ્થાની નિમણૂકતા કરવામાં આવી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘સંતોષ’ નું પ્રીમિયર પણ કરાયું છે. ‘સંતોષ’ ફિલ્મ બ્રિટનમાં વ્યાપકપણે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સંધ્યા સૂરી દ્વારા કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં બ્રિટિશ નિર્માતાઓનો પણ ઘણો સહયોગ રહ્યો હતો.