WTC Points Table માં થયો મોટો ફેરફાર, આ ટીમને થયું ભારે નુકસાન

Amit Darji

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઈનલ માટે ઘણી ટીમો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી રહી છે. આ દરમિયાન, WTC  ના પોઈન્ટ ટેબલમાં એક ટીમને મોટું નુકસાન પહોંચ્યું છે. હવે આ ટીમનું ફાઈનલમાં જવાનું સપનું લગભગ તૂટી ગયું છે. માત્ર એક મેચમાં હાર મળવાના લીધે આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર આવી ગઈ છે. અમે જે ટીમની વાત કરીએ છીએ તે શ્રીલંકા ટીમ છે. શ્રીલંકાની ટીમ તે પાંચ ટીમોમાં સામેલ છે જે હજુ પણ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ તેમના સપનાને મોટું નુકસાન પહોચ્યું છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકા ટીમને 233 રનથી હાર પ્રાપ્ત થઈ હતી.

શ્રીલંકા ક્રિકેટ ટીમ ને સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચમાં મળેલી હારના કારણે ત્રીજા થી પાંચમાં સ્થાન પર આવું પડ્યું છે. આ મેચ પહેલા શ્રીલંકાની ટીમ 55.56 PCT પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર રહેલી હતી, પરંતુ સાઉથ આફ્રિકા સામે હાર મળવાના લીધે તેના PCT પોઈન્ટ 50.00 થઈ ગયા છે. તેમની ટીમ હજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાઈકલમાં વધુ ત્રણ મેચ રમવાની છે. જેમાં એક મેચ સાઉથ આફ્રિકા સામે અને બે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ તમામ મેચો શ્રીલંકા માટે ઘણી મુશ્કેલ રહેવાની છે.

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની પોઈન્ટ ટેબલમાં હાલમાં 61.11 PCT પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર રહેલ છે. ટીમ ઇન્ડિયા આ પોઈન્ટ ટેબલમાં એક માત્ર એવી ટીમ છે જેના PCT સ્કોર 60 થી વધુ રહેલા છે. જ્યારે બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ બીજા સ્થાન પર આવી ગઈ છે. શ્રીલંકાને હરાવી સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા ને પાછળ છોડીને બીજા સ્થાન પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 57.69 PCT પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર રહેલી છે. સાઉથ આફ્રિકાનો હાલ PCT સ્કોર 59.25 રહેલો છે. તેના ટોપ-2 માં આવવાથી ભારત અને ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાઉથ આફ્રિકાને હજુ પણ ઘરઆંગણે એક મેચ શ્રીલંકા સામે અને બે મેચ પાકિસ્તાન સામે રમાવવાની છે. જ્યારે ટીમ ઇન્ડિયાની હજુ ચાર મેચ આ સાયકલમાં રમવાની બાકી રહેલી છે.

Share This Article
Leave a comment