સિનેમા ઘરોમાં અનેક બોલીવુડ ફિલ્મો આવતી રહે છે. ક્યારેક તે ફ્લોપ સાબિત થાય છે કે પછી ધૂમ મચાવી દેતી હોય છે. તેની સાથે ઘણી એવી ફિલ્મો પણ રહેલી છે જે સીધી OTT પર રિલીઝ થતી હોય છે અને તેનો દબદબો જોવા મળે છે, પરંતુ અમે Akshay Kumar ની તે ફિલ્મો વિશે વાત કરીશું જે પહેલા મોટા પડદા પર રિલીઝ થઈ અને પછી OTT પર આવી છે. આ ફિલ્મો થિયેટરો માં ખરાબ રીતે હિટ થઈ હતી પરંતુ હવે OTT પર ધમાલ મચાવી રહી છે. આ બંને ફિલ્મોનો દબદબો સમગ્ર એશિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મો અવારનવાર જોવામાં આવી રહી છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ ફિલ્મોની અસર કંઈક એવી છે કે, તે સૌથી વધુ જોવાયેલી અને નંબર વન OTT View ફિલ્મો બની ગઈ છે.
બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંથી એક અક્ષય કુમારે સતત એવી ફિલ્મો આપી છે જે દર્શકોને પસંદ આવી છે. ત્યાર બાદ એક સમય એવો આવ્યો જ્યારે તેમની ફિલ્મો થિયેટરમાં ચાલતી ન હતી. આ ફિલ્મો માં તેમની તાજેતરની રિલીઝ થયેલી બંને ફિલ્મો ‘સરફીરા’ અને ‘ખેલ ખેલ મેં’ દર્શકોની ફેવરિટ બની ગઈ છે. જુલાઈમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘સરફીરા’ હવે 11 ઓક્ટોબરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. માત્ર એક અઠવાડિયામાં જ તે દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. તેણે OTT પ્લેટફોર્મ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં, આ ડિઝની પ્લસ હોટસ્ટાર ની સૌથી વધુ જોવાયેલી મૂવીમાંથી એક છે.
તેની સાથે ‘ખેલ ખેલ મેં’, જેનું પ્રીમિયર ઓગસ્ટમાં મોટી સ્ક્રીન પર થયું હતું અને 9 ઓક્ટોબરના Netflix પર સ્ટ્રીમિંગ શરૂ થયું હતું, તે પણ ધૂમ મચાવી રહી છે. કોમેડી-ડ્રામા ને માત્ર ચાર દિવસમાં 4 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. આ ફિલ્મ 8.7 મિલિયન કલાક જોવામાં આવી છે અને સમગ્ર એશિયામાં નંબર 1 પર રહેલી છે. આ ફિલ્મ 13 દેશોમાં ટોપ-10 માં ટ્રેન્ડ કરી રહી છે, જે અક્ષય કુમારની વ્યાપક લોકપ્રિયતાની પુષ્ટિ કરે છે.
આ ફિલ્મો માં જોવા મળશે અક્ષય કુમાર
ચાહકોથી સાથે જોડાવા માટે અક્ષય કુમારની નોંધપાત્ર ક્ષમતાએ ફરી એક વખત લોકોના દિલ જીતી લીધા છે અને OTT ના રાજા તરીકે ઉભરી આવ્યા છે. અક્ષય કુમારની પાસે ઘણી ફિલ્મો લાઇનઅપમાં રહેલી છે. અક્ષય કુમાર ટૂંક જ સમયમાં ‘સ્કાય ફોર્સ’, ‘હાઉસફુલ 5’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘જોલી એલએલબી 3’ માં જોવા મળશે. રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ માં તે ‘સૂર્યવંશી’ તરીકેની તેની પ્રતિષ્ઠિત ભૂમિકાને ફરીથી રજૂ કરશે, જે દિવાળીમાં રિલીઝ થવા માટે તૈયાર છે.