દિગ્ગજ ટેક કંપની ગૂગલ દ્વારા યુઝર્સને ઘણી બધી સર્વિસ આપવામાં આવે છે. જો તમે એન્ડ્રોઇડ યૂઝર છો તો આ સમાચારથી તમને સારી જાણકારી મળી શકે છે. વાસ્તવમાં દરેક વ્યક્તિ YouTube નો ઉપયોગ કરે છે જે Google હેઠળ કામ કરનાર કંપની છે, તેથી YouTube માં નવા-નવા ફીચર્સ આવતા રહે છે. યુટ્યુબમાં ટૂંક સમયમાં એક અદ્ભુત ફીચર આવવાનું છે આ ફીચરની મદદથી યુઝર્સને મોટો ફાયદો થવાનો છે.
રિપોર્ટ્સ મુજબ, YouTube દ્વારા એક ખાસ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા ફીચરનું નામ સ્લીપ ટાઈમર રહેલ છે. હાલમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેના લીધે આ ફીચર ટૂંક જ સમયમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
સ્લીપ ટાઈમર સુવિધા માહિતી
તમે એ તો જાણતા જ હશો કે, દુનિયાભરમાં YouTube સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મોટા સ્તરે થાય છે. ગૂગલ દ્વારા જણાવ્યું છે કે, તે જલ્દી જ યુટ્યુબ પર સ્લીપ ટાઈમર ફીચર લાવવા જઈ રહ્યું છે.
Google નું આવનારું ફીચર એક સ્લીપ ટાઈમર એક નિર્ધારિત સમય પછી પ્લેબેકને બંધ કરવા માટે સેટ થઈ જશે.
ગૂગલના જણાવ્યા મુજબ, સ્લીપ ટાઈમર ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે.
ગૂગલે જણાવ્યું છે કે, આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમે સેટિંગ્સ મેનૂમાં જઈને વીડિયો ઈન્ટરફેસ સાથે ગિયર આઈકોન પણ ક્લિક કરી શકો છો.
તેમ છતાં આ સુવિધાનો લાભ ઉઠાવા માટે યુઝર્સને એકાઉન્ટમાં લોગિન કરવું પડશે.
ગૂગલના જણાવ્યા મુજબ, સ્લીપ ટાઈમર ફીચર હેઠળ યુઝર્સને 10, 15, 20, 30, 45 અને 60 મિનિટ પછી પ્લેબેક બંધ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થશે.
અત્યારે યુટ્યુબમાં વિડીયો સમાપ્ત થયા બાદ આવનાર વિડીયોને પોતે જ રોકવાની સુવિધા મળે છે પરંતુ આ ફીચર તેમ છતાં પ્રીમીયમ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
આ સુવિધાનો લાભ લેવા માટે પ્રીમિયમ વપરાશકર્તાઓ YouTube ના હોમ પેજ પર જઈ શકે છે.
તેની સાથે જ યુટ્યુબનું આ ફીચર એવા લોકો માટે વધુ ફાયદાકારક સાબિત થશે જેઓ રાત્રે સૂતા પહેલા યુટ્યુબ પર વીડિયો જોવે છે. આ ફીચરની મદદથી થોડા સમય પછી આ વીડિયો આપમેળે બંધ થઈ જશે.