Baba Siddique ના અંતિમ સંસ્કારમાં Shah Rukh Khan નું ના આવવાનું આવ્યું આ મોટું કારણ…

Amit Darji

મુંબઈમાં શનિવાર ના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકી ને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતા ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગ સ્વીકારી લેવામાં આવી છે. જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે ખાસ સંબંધ ધરાવતા બાબા સિદ્દીકી ના નિધન પર ઘણી હસ્તીઓ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. એવામાં લોકોનું ધ્યાન એક બાબતે ખેંચ્યું હતું કે, Shah Rukh Khan તેમના શ્રેષ્ઠ મિત્ર બાબા સિદ્દીકી ને અંતિમ વિદાય આપવા કેમ આવ્યા નહીં. હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે.

બાબા સિદ્દીકી ની હત્યા બાદ મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટના બાદ સલમાન ખાન, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, પૂજા ભટ્ટ, ઝહીર ઈકબાલ અને સોહેલ ખાન સહિતના તમામ સ્ટાર્સ બાબા સિદ્દીકીના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવ્યા હતા. જ્યારે, લોકોની નજર શાહરૂખ ખાનને શોધતી રહી પરંતુ તે ન તો ઘરે પહોંચ્યા અને ન તો તે અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. ત્યાર બાદ લોકો સમજી શક્યા ન હતા કે, શાહરૂખ ખાન તેના ખાસ મિત્રને વિદાય આપવા કેમ આવ્યા નહોતા. હવે જવાબ સામે આવી ગયો છે. ‘ટાઈમ્સ નાઉ’ ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શાહરૂખ ખાન રાજકારણ ની સાથે બાબા સિદ્દીકી ની હત્યા કેસ થી પોતાને દૂર રાખવા ઈચ્છે છે.

એક સૂત્ર દ્વારા સામે આવ્યું છે કે, શાહરૂખ ખાન એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ફસાવવા ઈચ્છતા નથી. આ મામલો સલમાન ખાન સાથે પણ જોડાયેલો છે અને શાહરૂખ ખાન આ બાબતથી દૂર રહેવા ઈચ્છે છે. લોરેન્સ બિશ્નોઈ ની કાર્યશૈલી જાણીને શાહરૂખ ખાન હવે પોતાને નુકસાન પહોંચાડવા ઈચ્છતા નથી. એટલા માટે તેમણે પોતાના નજીકના મિત્ર બાબા સિદ્દીકી ના અંતિમ સંસ્કાર થી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

Share This Article
Leave a comment