પ્રાઈવેટ કંપનીઓ દ્વારા રિચાર્જના ભાવમાં વધારો કરવામાં આવતા હાલના સમયે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) લોકોની પ્રથમ બની ગયું છે. એવામાં BSNL દ્વારા સતત સસ્તા પ્લાન રજૂ કરવામાં આવી રહ્યા છે. એવામાં આવી જ એક બાબત સામે આવી છે. BSNL દ્વારા ઓછી કિંમત વાળો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તેને જાણીને તમે ચકિત થઈ જશો.
BSNL નો 997 રૂપિયાનો પ્લાન
BSNL ના આ પ્લાનની કિંમત 997 રૂપિયા રહેલી છે. આ પ્લાન એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ લાંબી વેલિડિટી ઈચ્છતા હોય. આ પ્લાન સાથે 160 દિવસની માન્યતા મળે છે અને કુલ 320 GB એટલે કે દરરોજ 2 GB ડેટા ઉપલબ્ધ થાય છે. આ પ્લાન સાથે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સેવા ઉપલબ્ધ રહેલી છે. જ્યારે દરરોજ 100 મેસેજ મોકલવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેલી છે. આ પ્લાન સાથે ઘણી એપ્સના સબસ્ક્રિપ્શન પણ મળી જાય છે.
આ પ્લાનમાં ડેટાની સાથે લાંબી વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગ મળી જાય છે. જ્યારે પ્રાઈવેટ કંપની પાસે આવી રીતના કોઈ પણ પ્લાન રહેલા નથી. એવામાં આ પ્લાનમાં તમને ઘણું બધું મળી જવાનું છે. એવામાં જવાનું રહેશે લોકોને આ પ્લાન આકર્ષી શકે છે.
તમને જણાવી દઈએ કે. તાજેતરમાં BSNL દ્વારા 666 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પ્રાપ્ત થશે. તેના સિવાય કુલ 105 દિવસની વેલિડિટી મળે છે. BSNL નો આ પ્લાન દરરોજ 2GB ડેટા સાથે આવે છે એટલે કે તમને કુલ 210 GB ડેટા પ્રાપ્ત થશે. તેની સાથે ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 40kbps થઈ જશે. આ સિવાય આ પ્લાનમાં દરરોજના 100 SMS પ્રાપ્ત થશે.