મોબાઇલ યુઝર્સને સુવિધા આપવા માટે સરકાર દ્વારા સમયાંતરે ટેલિકોમ નિયમોમાં ફેરફાર કરવામાં આવતો રહે છે. જો તમે મોબાઈલ ફોન યુઝર રહેલા છો તો તમારા માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 1 જાન્યુઆરી 2025 થી નવો નિયમ લાગુ થવાનો છે. આ નવા ટેલિકોમ નિયમની અસર Jio, Airtel, Vi અને BSNL ના ગ્રાહકો પર પડવાની છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ટેલિકોમ એક્ટ માં સરકાર તરફથી કેટલાક નવા નિયમોને જોડવામાં આવ્યા છે. સરકાર દ્વારા તમામ રાજ્યોને પણ આ નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે. નવા ટેલિકોમ નિયમને રાઈટ ઓફ વે (RoW) નામ આપવામાં આવેલ છે. આ નિયમ મુજબ, ટેલિકોમ કંપનીઓ ને તેમના ટાવર અને કેબલ નાખવા માટે સરળ જગ્યા મેળવવા માટે જણાવવામાં આવ્યું છે. તેની સાથે મોબાઈલ યુઝર્સને વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી મળવાની છે.
તમને જણાવી દઈએ કે, ET ની રિપોર્ટ મુજબ, RoW નિયમો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી અમલમાં મુકવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ ઓપ્ટિકલ ફાઈબર લાઈનો અને ટાવર્સ ની સંખ્યામાં વધારો કરવાનો રહેલો છે. નવો ROW નિયમ ટેલિકોમ ઓપરેટરો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ ને ખૂબ મદદરૂપ રહેવાનો છે. ટેલિકોમ વિભાગ ના સચિવ નીરજ મિત્તલ દ્વારા આ અંગે તમામ રાજ્યોને પત્ર પણ લખવામાં આવ્યો છે.
5G ટાવરનું કામ ઝડપથી થશે
તેની સાથે નવા RoW નિયમો ના અમલીકરણ બાદ ટેલિકોમ કંપનીઓ નું વધુમાં વધુ ફોકસ 5G ટાવર પર રહેવાનું છે. આ નિયમ ઝડપી નેટવર્ક ઉપલબ્ધ કરાવવાના સંદર્ભમાં આર્થિક રીતે યોગ્ય સાબિત થવાનો છે. જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, નવો નિયમ Vi અને BSNL જેવી કંપનીઓ માટે રાહત ભર્યો રહેવાનો છે. આ કંપનીઓ 5G નેટવર્કને હજુ પણ સ્થિર કરવામાં સક્ષમ રહેલ નથી અને આશા છે કે, RoW ના લાગુ થયા બાદ કંપની ઓ સરળતાથી આ દિશામાં આગળ વધી શકશે.