મુંબઈમાં શનિવારના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકીને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, Baba Siddiqui હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રીજી વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પ્રવીણ લોંકર ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અગાઉ ગઈ કાલના પોલીસે ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહની ધરપકડ કરી હતી. શિવકુમાર ગૌતમ હજુ ફરાર રહેલા છે. તેની સાથે તપાસમાં હજુ પણ નામ સામે આવવાની શક્યતા રહેલી છે.
મુંબઈ પોલીસ દ્વારા બાબા સિદ્દિકીની હત્યાના અલગ-અલગ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. તેમાં સોપારી થી લઈને હત્યા, બિઝનેસ પ્રતિસ્પર્ધી ક્યા પછી પુનર્વાસ પરિયોજનાને લઈને મળેલી ધમકી ના પાસાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા એક અધિકારીને જણાવવામાં આવ્યું છે કે, વિધાનસભામાં ત્રણ વખત બાંદ્રા (પશ્ચિમ) બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના નેતા સિદ્દિકીની હત્યા એક પૂર્વનિયોજિત કાવતરા હેઠળ કરવાની શંકા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓ ની ઓળખ થઈ ગયેલી છે. પોલીસ દ્વારા બે કથિત હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની ઓળખ હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) થયેલ છે. તેમ છતાં શિવા કુમાર અને મોહમ્મદ જીશાન અખ્તર નામના બે આરોપી હજુ પણ ફરાર રહેલા છે અને મુંબઈ પોલીસ દ્વારા તેમને પકડવા માટે 10 ટીમો બનાવવામાં આવી છે. આ વચ્ચે મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. ત્યારે પોતાને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાશે. કોર્ટ દ્વારા તેની મંજૂરી આપી દેવામાં આવી છે.