રાજ્યમાં સતત અકસ્માતની ઘટના ઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માત બાબતમાં અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત Ahmedabad-વડોદરા એક્સપ્રેસ હાઈવે થી સામે આવી છે. જેમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર Accident સર્જાયો હોવાનું સામે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે નડિયાદ-બિલોદરા બ્રિજ નજીક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનું કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, નડિયાદ-બિલોદરા બ્રિજ નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. સૂત્રો મુજબ જાણકારી સામે આવી છે કે, કારનું ટાયર ફાટી જવાના લીધે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર જતા ટ્રક ની સાથે ટકરાઈ ગઈ હતી.
અકસ્માતને લઈને જણાવી દઈએ કે, આ ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત ના લીધે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અકસ્માતની જાણકારી થતા નડીયાદ ગ્રામ્ય પોલીસ અને મહુધા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. ત્યાર બાદ ટ્રાફિકને ક્લીયર કરાવીને પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.