ICC દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં આ વખતે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી તિલક વર્મા જલવો જોવા મળ્યો છે. Tilak Varma દ્વારા રેન્કિંગ ની બાબતમાં મોટા દિગ્ગજોને પાછળ છોડી દેવામાં આવ્યા છે. તે રેન્કિંગ ની બાબતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ની આગળ નીકળી ગયા છે.
ભારત vs સાઉથ આફ્રિકા સીરીઝ સમાપ્ત થયા બાદ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T-20 રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. તેમ છતાં ટ્રેવિસ હેડનું નંબર વનનું સ્થાન હજુ પણ અકબંધ રહ્યું છે. ટ્રેવિસ હેડ ICC T20 રેન્કિંગમાં 855 રેટિંગ સાથે નંબર વન પર રહેલ છે. જ્યારે ઈંગ્લેન્ડ નો ફિલ સોલ્ટ બીજા સ્થાન પર રહેલો છે. જેની રેટિંગ હાલમાં 828 પર રહેલી છે.
તિલક વર્મા દ્વારા સૌથી મોટું કારનામું કરવામાં આવ્યું છે. તિલક વર્મા 69 સ્થાનથી ત્રીજા નંબર પર આવી ગયો છે. હવે તે સૂર્ય કુમાર યાદવ થી સીધા આગળ ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. તેની રેટિંગ હવે વધીને 806 પહોંચી ગઈ છે. તે સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બે પાછળ બે સદી ફટકારવા માં સફળ રહ્યો હતો. તેનો સીધો ફાયદો તેમને જોવા મળ્યો છે. એવામાં સૂર્યકુમાર યાદવ ને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. તે હવે 788 રેટિંગ સાથે ચોથા સ્થાન પર આવી ગયો છે.
બાબર આઝમ અને રિઝવાનને પણ પહોંચ્યું નુકસાન
તિલક વર્માએ એટલું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે કે, ટોચના 10 માં બીજા ઘણા બેટ્સમેનોને પોતાનું સ્થાન ગુમાવવાનો વારો આવ્યો છે. બાબર આઝમ ને એક સ્થાનનું નુકસાન પહોંચ્યું છે. તે હવે 742 રેટિંગ સાથે 5 માં નંબર પર આવી ગયો છે. જ્યારે પાકિસ્તાન નો મોહમ્મદ રિઝવાન 719 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે, તેણે પણ એક સ્થાન નુકસાન પહોંચ્યું છે.
ઈંગ્લેન્ડના જોસ બટલર પણ હવે 717 રેટિંગ સાથે 7 માં નંબર પર આવી ગયો છે. ભારતની યશસ્વી જયસ્વાલ 706 રેટિંગ સાથે 8 માં નંબરે આવી પહોંચ્યો છે. જ્યારે શ્રીલંકાના પથુમ નિશંકા પણ એક સ્થાન ના નુકસાન સાથે નવમાં નંબર આવી ગયો છે. તેના રેટિંગ પોઈન્ટ 672 રહેલા છે. જ્યારે અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને એક સ્થાનનો ફાયદો થયેલ છે. તે હવે 636 રેટિંગ સાથે 10 માં સ્થાન પર આવી ગયો છે.