તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ સામે આવ્યો છે. જેમાં પ્રસાદ વપરાતા ઘીના તપાસ રિપોર્ટ માં પશુઓ ની ચરબી હોવાની જાણકારી સામે આવતા આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલાની તપાસ માટે હિન્દુ સેવા સમિતિ નામના સંગઠન દ્વારા Supreme Court માં અરજી કરવામાં આવી છે અને SIT ની રચના કરવાની માંગ પણ કરી છે.
તમને જાણવી દઈએ કે, શ્રી વેંકટેશ્વર સ્વામીએ મંદિરમાં લાડુ પ્રસાદ માં પ્રાણીઓની ચરબીના ઉપયોગ સામે Supreme Court માં PIL દાખલ કરી છે. આ અરજીમાં સમગ્ર મામલાની તપાસ માટે SIT ની રચના કરવાની માંગ કરાઈ છે. હિન્દુ સેના પ્રમુખ સુરજીત સિંહ યાદવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અગાઉ આ મુદ્દા પર વકીલ સત્યમ સિંહ રાજપૂત દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડને એક પત્ર લખીને અરજી મોકલવામાં આવી હતી. સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા ગુરુવારના દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા ભેળસેળ કરવામાં આવી રહી છે.
તેની સાથે આ સમગ્ર વિવાદ 18 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના એક રિપોર્ટના આરોપો અને ખુલાસાથી ઉભો થયો હતો. એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તિરુપતિ ના પ્રસાદ માં વાપરવામાં આવતું દેશી ઘી પ્રાણી ની ચરબી યુક્ત રહેલ છે. તેમના આ દાવા વિવાદ ઉભો થયો છે.
તેની સાથે હવે તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. આ અરજી પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP દ્વારા દાખલ કરાઈ છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સીએમ ચંદ્રબાબુ નાયડુ ખોટા આરોપો લગાવીને તેમની છબીને ખરાબ કરી રહ્યા છે.
આ મામલામાં તિરુપતિ લાડુ પ્રસાદ માં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપો બાદ હૈદરાબાદમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી અને અન્યો વિરુદ્ધ શ્રદ્ધા પર હુમલા અને ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરાઈ છે. તેમાં તેમના પર મંદિરને અપવિત્ર કરવાનું દૂષિત કૃત્ય અને સનાતની હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ દાખલ કરવામાં આવેલ છે.