સરકાર દ્વારા ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના લંબાવી દેવામાં આવી છે. આ અગાઉ પણ તેને ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર રહેલી હતી પરંતુ સરકાર દ્વારા ફરી એક અખ્ત રાહત આપવામાં આવી છે જેનાથી દેશના કરોડો લોકોને ફાયદો થશે. વાસ્તવમાં 10 વર્ષથી જૂના તમામ આધાર અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવેલ છે. જો તમારી પાસે 10 વર્ષથી જૂનું આધાર કાર્ડ છે તો તમારે તેનું અપડેટ કરાવવું પડશે.
UIDAI દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, #UIDAI એ ફ્રી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ સુવિધા ને 14 ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. આ ફ્રી સેવા માત્ર #myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ રહેલ છે. UIDAI લોકોને તેમના #Aadhaar માં દસ્તાવેજોને અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
આધાર અપડેટ માટે, તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂરીયાત પડશે. પહેલું ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રૂફ છે. સામાન્ય રીતે, આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI મુજબ આ સેવા 14 જૂન સુધી ફ્રીમાં રહેશે. તમે ઓળખના પુરાવા તરીકે પાન કાર્ડ અને સરનામા માટે વોટર કાર્ડ આપી શકો છો.
તમને મોબાઈલ કે લેપટોપથી UIDAI ની વેબસાઈટ પર જાઓ. ત્યાર બાદ અપડેટ આધાર ના વિકલ્પ પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો. ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફાઈ કરો.
હવે નીચે આપેલ ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડ અને સરનામા ના પુરાવાની સ્કેન કરેલી નકલને અપલોડ કરો. ત્યાર બાદ સબમિટ પર ક્લિક કરો. તેના પછી તમને એક રિક્વેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ થઈ જશે. તમે રિક્વેસ્ટ નંબર પરથી અપડેટ નું સ્ટેટસ પણ ચેક કરી શકશો. થોડા દિવસો પછી તમારું આધાર અપડેટ થઈ જશે.